મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 17 જૂન 2018 (09:11 IST)

રેસ 4ની પણ થઈ પ્લાનિંગ, સ્ટારકાસ્ટ પણ નક્કી

ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ રેસ 4ની પણ પ્લાનિંગ કરી લીધી છે. 
 
રેસ 3ની જે રીતે એડવાંસ બુકિંગ થઈ છે તેને જોઈને તેને સફળ ગણી રહ્યા છે આમ પન રીલીજ પહેલા જ ફાયદાનો સોદો સિદ્ધ થઈ ગયા છે. કારણકે ફિલ્મના ઘણા રાઈટસ મોંધી કીમત પર વેચાયા છે. 
 
પ્રશ્ન આ છે કે રેસ 3 ક્યાં સુધી પહોંચે છે? 200 કરોડ? 300 કરોડ? કે તેનાથી પણ વધારે. ફિલ્મને લઈને જોરદાર ક્રેજ છે. ફિલ્મને મળી રહી આ પ્રતિક્રિયાના કારણે રમેશ તૌરાનીએ રેસ 4 બનાવવાની યોજના પણ બનાવી લીધી છે અને બે કલાકાર નક્કી કરી લીધા છે. 
 
રેસ 4પણ સલમાનને લઈને જ તૌરાની બનાવશે. સૂત્ર મુજબ તેને સલમાનથી આ વિશે વાત કરી લીધી છે અને સલમાન પણ આ ફ્રેચાઈજને કરવા માટે ઈચ્છુક છે . આ ફિલ્મ બે વર્ષ પછી જ શરૂ થઈ જશે. 
 
સલમાન સિવાય રેસ 4માં બોબી દેઓલ પણ જોવાશે. તેણે રેસ 3માં સલમાનના કહેવા પર જ લીધું છે અને રેસ 4ના નિર્દેશન કોણ કરશે, અત્યારે આ નક્કી થયું નથી.