ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 27 માર્ચ 2020 (18:01 IST)

Ramayan - રિયલ લાઈફમાં 2 પુત્રીઓની માતા છે TVની સીતા, ખૂબ જ ગ્લેમરસ છે લાઈફસ્ટાઈલ, અહી રહે છે વ્યસ્ત

દેશમાં કોરોનાવાયરસ સંકટ સત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 700 થી વધુ કેસ નોંધાયા છે. દેશવ્યાપી લોકડાઉન છે. લોકને ઘરોમાં રોકાવવાની અપીલ કરવામાં આવી રહી છે.  આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે શનિવારથી દૂરદર્શન પર રામાયણ સિરિયલ જાહેર માંગણી પર દર્શાવવમાં આવશે. પ્રથમ એપિસોડ આવતીકાલે સવારે 9 વાગ્યે અને બીજો કાલે રાત્રે રાત્રે 9 વાગ્યે બતાવવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી દીપિકા ચિખલીયા 64 વર્ષની થઈ ગઈ છે. આ ઉંમરે પણ તેણે પોતાની ફિગર જાળવી     રાખી છે. દીપિકા ખૂબ જ ગ્લેમરસ જીવનશૈલી જીવે છે ....
 
દીપિકાને જોઈને તેની વયનો 
અંદાજ લગાવવો મુશ્કેલ છે 
 
દીપિકા હજી પણ તેનો અભિનયનો શોખ જાળવી રાખ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલામાં દીપિકાએ ગૌતમની માતાનો રોલ   ભજવ્યો હતો 
 
દીપિકાએ 'રામાયણ' સીરિયલ પહેલા ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે  'ભગવાન દાદા' (1986), 'રાત કે અંધેરે મેં' (1987), 'ખુદાઈ' (1994), 'સુન મેરી લૈલા' (1985), 'ગાલ' (1986), 'આશા ઓ ભલોબાશા' (બંગાળી, 1989) અને 'નાંગલ' (તમિલ, 1992) માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.
 
આમાંની મોટા ભાગની ફિલ્મો બી-ગ્રેડની હતી. 2017 માં દીપિકા ગુજરાતી સિરિયલ 'છુટાછેડા' સીરિયલ દ્વારા સ્ક્રીન પર પરત ફરી હતી. તેણે દિગ્દર્શક મનોજ ગિરીની ફિલ્મ 'ગાલિબ'માં પણ કામ કર્યું છે 
 
દીપિકાએ  હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા, જે શૃગાર ,બિંદી અને ટિપ્સ એંડ ટોજ નેઇલપોલીશના માલિક છે.  દીપિકા અને હેમંતની બે પુત્રી નિધિ ટોપીવાલા અને જુહી ટોપીવાલા છે ....
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકાએ લગ્ન પછી પોતાની સરનેમ બદલી નાખી. હવે તે હસબન્ડની કંપનીની માર્કેટિંગ ટીમની હેડ છે. દીપિકા ફ્રી ટાઇમમાં પેઇન્ટીંગ કરે છે. તેને એક્રેલિક અને ઓઇલ પેઇન્ટિંગનો શોખ છે.
 
રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પુત્રવધૂ નિશા સાગર દીપિકાની ખાસ મિત્ર છે. જો કે તે રાજશ્રી પ્રોડક્શનના બરજાત્યા પરિવાર સાથે સંપર્કમાં નથી. ...
 
ઉલ્લેખનીય છે કે 'રામાયણ' નું પ્રસારણ જાન્યુઆરી 1987 થી જુલાઈ 1988 દરમિયાન કરવામાં આવ્યું હતું.તે સમયે આ શો સુપરહિટ હતો. આ સિરિયલ રવિવારે પ્રસારિત કરવામાં આવતી હતી અને જ્યારે આ સીરીયલ ટીવી પર આવતી ત્યારે રસ્તાઓ પર સન્નાટો છવાય જતો હતો ...