બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (15:28 IST)

Ranbir Alia Wedding: આ કારણે કપૂર પરિવારની પરંપરા ચૂડા સેરેમનીને નિભાવી શકી નહી આલિયા ભટ્ટ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના લગ્ન બાદથી આ સ્ટારના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. રણબીર-આલિયાના લગ્ન સાથે જોડાયેલા ઘણા ફૂટેજ અને સમાચાર ઇન્ટરનેટ પર સતત સામે આવી રહ્યા છે. લગ્નને બે દિવસ વીતી ગયા છે, પરંતુ તેમ છતાં બંનેના લગ્નનો રોમાન્ચ યથાવત છે. આ વચ્ચે હવે આ બિગ ફેટ વેડિંગ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ખરેખર, રણબીર અને આલિયાના મેરેજ ફંક્શનમાં ચૂડા સેરેમનીનું આયોજન થવાનું હતું. પરંતુ બાદમાં આ સમારોહ રદ કરવામાં આવ્યો હતો. પંજાબી લગ્નમાં ચૂડા વિધિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ આ વિધિની ગેરહાજરીનું કારણ જાણવા માટે ઉત્સુક છે. આનું કારણ તાજેતરમાં એક રિપોર્ટમાં સામે આવ્યું છે.
 
એક મીડિયા રિપોર્ટ અનુસાર, લગ્નની એક મહત્વપૂર્ણ વિધિ, ચૂડા સેરેમની ન થવાનું મોટું કારણ અભિનેત્રી આલિયાનું હોલિવૂડ ડેબ્યૂ છે. ખરેખર, ચુડા વિધિ કર્યા પછી, કન્યાએ લગભગ 40 દિવસથી એક વર્ષ સુધી ચૂડા પહેરવા પડે છે. તે જ સમયે, અભિનેત્રી ટૂંક સમયમાં હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, શૂટિંગ દરમિયાન તેને પહેરવું લગભગ અશક્ય છે.
 
જેના કારણે દુલ્હન બનેલી અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂરના પરિવારની આ વિધિ પૂરી કરી શકી નથી. નોંધનીય છે કે પ્રખ્યાત સ્ટાર કપલ રણબીર અને આલિયાએ 14 એપ્રિલે તેમના પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. ડેસ્ટિનેશન વેડિંગ કે લક્ઝુરિયસ હોટલમાં લગ્ન કરવાને બદલે આ કપલે કપૂર પરિવારના ઘર વાસ્તુમાં ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા.