લગ્નના 5 મહિના પછી કેટરિના પ્રેગ્નન્ટ થઈ? યુઝર્સ વીડિયો જોઈને સવાલો પૂછી રહ્યા છે
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે પિંક કલરના સલવાર-કમીઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરીનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે.
જો કે આ વીડિયો વાયરલ થયા બાદ લોકો કેટરિના કૈફની પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવવા લાગ્યા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ કેટરીનાનો એક વીડિયો શેર કર્યો છે, જેના પર લોકો કોમેન્ટ કરીને પૂછી રહ્યાં છે કે શું તે પ્રેગ્નેન્ટ છે? એક યુઝરે લખ્યું, શું કેટરિના પ્રેગ્નન્ટ છે? બીજાએ લખ્યું, પ્રેગ્નન્ટ? આ રીતે લોકો કેટરિના કૈફની પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે ઘણા લોકોએ કેટરીનાના ટ્રેડિશનલ લુકના વખાણ પણ કર્યા છે.
Lagnanā 5 mahinā pachī kēṭarinā prēgnanṭ