ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 માર્ચ 2022 (19:11 IST)

પ્રેમી પંખીડાનો વીડિયો વાયરલ

આજકાલના યુવાનોને પ્રેમનો મતલબ શુ છે એ કદાચ ખબર જ નથી. તેમને માટે પ્રેમ એટલે દુનિયાને બતાડવાનુ એક નાટક કે તે તેના સાથીને કેટલો પ્રેમ કરે છે. એ પછી ચાર લોકો સામે કશુ કરવાનુ હોય કે પછી સાથી પાછળ બેફામ પૈસા ખર્ચ કરવા કે પછી તેનુ કોઈ અન્ય સ્થાને લગ્ન થાય તો પોતે આત્મહત્યા કરવી કે પછી સામી વ્યકિને નુકશાન પહોંચાડવુ... શુ આ પ્રેમ છે.. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમા પ્રેમી પંખીડા લાજ શરમ નેવે મુકીને ખુલ્લે આમ કિસ કરી  હ્યા છે. 
 
ડોંબિવલી રેલ્વે સ્ટેશન પર આ કિસિંગ કપલનો કહેર સમગ્ર દુનિયામાં છવાઈ ગયો છે. કારણ કે, આ કિસિંગનો 21 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્લેટફોર્મના કિનારે ઉભા રહીને આ કપલ દુનિયા ભૂલીને એક બીજાને હગ કરીને કિસ કરી રહ્યા છે. આ વીડિયોમાં પાછળ રેલ્વેનું અનાઉંસમેંટ પણ સંભળાઈ રહ્યું છે. પણ જોડીને અનાઉંસમેંટ સાથે શું લેવાદેવા. ટ્રેન આવે કે જાય કંઈ ફરક નથી પડવાનો, તેમના માટે જગતનો આ જ સૌથી મોટો આનંદ છે