શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 માર્ચ 2022 (17:35 IST)

બ્રેકિંગ ન્યુઝ : MPના જબલપુરમાં Air India ની ફલાઈટ લૈંડિંગ પહેલા જ લપસી, વિમાનમાં સવાર હતા 54 મુસાફરો

મધ્યપ્રદેશના જબલપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ડુમના એરપોર્ટ પર એર ઈન્ડિયાની દિલ્હી જબલપુર ફ્લાઈટ લેન્ડિંગ પહેલા રનવે પર ફસાઈ ગઈ હતી. આ દરમિયાન વિમાનમાં 54 મુસાફરો સવાર હતા.

વિમાન જબલપુર ડુમના એયરપોર્ટ પર લૈંડ થઈ રહ્યુ હતુ. ત્યારે રનવે પર વિમાન ઉતરતઈ વખતે એક ટાયર રનવેની નીચે જમીન પર જતુ રહ્યુ. જેનાથી વિમાનમાં સવાર મુસાફરોમાં હડકંપ મચી ગયો 
 
જો કે વિમાનમાં સવાર કોઈપણ મુસાફરને કોઈ નુકશાન થયુ નથી. ઘટનાની સૂચના મળતા જ એયરપોર્ટ અથોરિટી અને પોલીસના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળ પર પહોચી ગયા છે. આ વિમાનમા 54 મુસાફરો અને 5 નો સ્ટાફ હતો.