બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (19:58 IST)

બ્રેકિંગ ન્યુઝ - રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો, કેસ પહોચ્યા 10 હજારની નિકટ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ ગઈકાલે પહેલીવાર 10 હજારની નજીક નવા કે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9941 નવા કેસ નોંધાયા છે અને 3449 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 15 મેએ 9061 કેસ હતા. રાજ્યમાં ઓમિક્રોનના 264 કેસ સામે આવ્યા છે.
 
43726 એક્ટિવ કેસ અને 51 દર્દી વેન્ટિલેટર પર રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 75 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 406 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 43 હજાર 726 એક્ટિવ કેસ છે, જેમાંથી 51 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 43 હજાર 675 દર્દીની હાલત સ્થિર છે.