રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 12 માર્ચ 2022 (09:46 IST)

દિલ્હીઃ ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, સાતના મોત, 60થી વધુ ઝૂંપડા બળીને ખાખ

ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં સવારે 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ ઝૂંપડપટ્ટીઓ બળી ગઈ છે. ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. કૂલીંગનું કામ હજુ ચાલુ છે.