રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 જૂન 2018 (12:10 IST)

સંજૂ ફિલ્મ બની વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, રેકોર્ડતોડ કમાણી

સંજુ ફિલ્મમાં રણવીર કપૂરના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.  બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પણ સંજય દત્તની ફિલ્મ ‘સંજૂ’ જોયા બાદ પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી. આમિરે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘સંજૂ ખૂબ જ ગમી. એક પિતાપુત્રની  અને બે મિત્રોની ખૂબ જ ઈમોશનલ કરી દેનારી સ્ટોરી. રણબીરે શાનદાર કામ કર્યું છે ઉલ્લેખનીય છે કે સંજૂ ફિલ્મ સાથે એકવાર ફરી રણબીર કપૂરે બોક્સ ઓફિસ પર જોરદાર એંટ્રી કરી છે. પહેલા જ દિવસે આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મએ પહેલા જ દિવસે 32 કરોડનુ કલેક્શન કર્યુ છે.  જેને જોતા લાગે છે કે આ ફિલ્મ 3 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લેશે

ફિલ્મ સમીક્ષક મુજબ સંજુ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. સંજૂ ફિલ્મના પ્રથમ દિવસનુ કલેક્શન 32 કરોડનુ રહ્યુ. સંજુ ફિલ્મએ રજુઆતના પહેલા જ દિવસે સલમાનન ખાનની ફિલ્મ રેસ 3 નો રેકોર્ડ તોડી નાખ્યો છે.  32 કરોડ રૂપિયાના કલેક્શન સાથે સંજુ ફિલ્મ વર્ષ 2018ની સૌથી મોટી ઓપનિંગ બની ગઈ છે.