'સંજૂ' નું ટ્રેલર જોઈને થંભી જશે તમારા શ્વાસ, રણબીરનો અભિનય જોઈને થઈ જશો CONFUSE

Last Updated: ગુરુવાર, 31 મે 2018 (10:18 IST)
લાંબા સમયની રાહ જોયા પછી સંજૂનુ લૉંચ થઈ ગયુ છે. દરરોજ રજુ થઈ રહેલ ફિલ્મના પોસ્ટરે ફેંસની ઉત્સુકતાને વધારી રાખી હતી. પણ હવે ફૈસની આતુરતા ખતમ થઈ અને ફિલ્મનુ ટ્રેલર લૉંચ થઈ ગયુ છે. ફિલ્મનુ ટ્રેલર સંજય દત્તના જીવનના દરેક પહેલુને ઝીણવટાઈથી જુએ છે.
ફિલ્મમાં સંજય દત્તનુ પાત્ર ભજવી રહેલ રણબીર કપૂર જે હૂબહૂ સંજય દત્ત જેવા જ દેખાય રહ્યા છે.

ત્યારબદ જ ફિલ્મમાં અનેક મોટા નામ પણ જોવા મળહે. પરેશ રાવલ સુનીલ દત્તનુ પાત્ર ભજવી રહ્યા છે. બીજી બ આજુ વિક્કી કૌશલ, અનુષ્કા શર્મા, દિયા મિર્જા, સોનમ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સંજય દત્તની લવ લાઈફથી લઈને જેલમાં કપાયેલ રાતોને પણ ખૂબ ઝીણવટાઈથી બતાડવામાં આવ્યુ છે.
ટ્રેલરને જોતા-જોતા તમે ખુદ સંજય દત્તની જીવન વિશે વિચારવા લાગશો. જેલમાં વિતાવેલી સંજયની જીંદગીની ક્ષણોથી તમારી આંખો પણ ભીની થઈ જશે. ટૂંકમાં ફિલ્મનુ ટ્રેલર શાનદાર છે. રણવીરની એક્ટિંગ અને ફિલ્મની સ્ક્રીપ્ટ બંને જ જોરદાર લાગી રહી છે. બાકી તો ફિલ્મ રજુ થયા પછી જ કશુ કહી શકાશે.


આ પણ વાંચો :