'વીરે દિ વેડિંગ' માં આવા સીન કેમ ? સવાલ પર કરીનાને આવ્યો ગુસ્સો

kareena
Last Modified સોમવાર, 28 મે 2018 (18:02 IST)
હાલ કરીના કપૂર પોતાની કમબેક ફિલ્મ વીરે દિ વેડિંગને લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં કરીના કાલિંદીના રોલમાં જોવા મળશે. આ ચાર મોર્ડન છોકરીઓની સ્ટોરી છે. ફિલ્મનુ ટ્રેલર પણ જોરદાર છે.

ટ્રેલરમાં આ ચારેય છોકરાઓ સ્મોકિંગ કરતા અને ગાળો બોલતા જોવા મળી રહ્યા છે. કરીના જોર શોરથી ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. તાજેતરમાં એક ઈંટરવ્યુ દરમિયાન જ્યારે કરીનાને ગાળ આપવા વિશે પૂછવામાં આવ્યુ તો તેણે ખૂબ મજેદાર જવાબ અપ્યો.
kareena kapoor
તેણે કહ્યુ, 'મને એ સમજાતુ નથી કે આ વાત પર આટલુ કેમ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ફિલ્મ ઓમકારામાં સૈફે પણ તો ગાળો આપી હતી. તેમ છતા ફિલ્મ માટે સૈફને અનેક એવોર્ડ મળ્યા. ફિલ્મમાં જેવા શબ્દોની જરૂર હોય છે તેવા બોલવામાં આવે છે.

કરીનાનુ એ પણ કહેવુ છે કે તેણે જેટલી પણ્ણ ફિલ્મો કરી છે બધામાં બેલેંસ બનાવી રાખ્યુ છે. ફિલ્મમાં કરીનાનુ ગ્લેમર અવતાર લોકોને ખૂબ પસંદ આવશે. કરીનાએ 18 વર્ષના કેરિયરમાં ઈંડસ્ટ્રીને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે.
કરીના ઉપરાંત સોનમ કપૂરે પણ બોલ્ડ સીન પર કહ્યુ, મારા ઘરના લોકો કે સાસરિયાવાળાઓને તો તેની સામે કોઈ વાંધો નથી. આ મારુ કામ છે અને તેને કરવામાં મને કોઈ સંકોચ નથી. સાસરી તરફથી મને સારો રિસ્પોંસ મળ્યો છે. આનંદના ઘરના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.


આ પણ વાંચો :