સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 16 માર્ચ 2023 (14:23 IST)

રણબીર-શ્રદ્ધાની ફિલ્મ તૂ ઝૂઠી મે મક્કાર 100 કરોડના ક્લબમાં સામેલ

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સફળ રહી છે. આ ફિલ્મ 8 માર્ચ, હોળીના દિવસે સિનેમાઘરોમાં આવી હતી. લવ રંજન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની જોડી પહેલીવાર દર્શકોને જોવા મળી હતી. બંનેની જોડી ચાહકોને પસંદ આવી રહી છે. તૂ ઝૂઠી મે મક્કારે શાનદાર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સતત પોતાની પકડ જાળવી રાખી છે.
 
ઘરેલુ બોક્સ ઓફિસ પર આટલુ થયુ કલેક્શન 
 
ઘરેલુ બોક્સ ઓફિસ પર તૂ ઝૂઠી મે મક્કારે કામકાજના દિવસની અસર કરી હતી, પરંતુ તેમ છતાં ફિલ્મ પોતાને સંભાળવામાં સફળ રહી છે. આ ફિલ્મની પહેલા દિવસની ઓપનિંગ શાનદાર રહી હતી અને પહેલા દિવસે ફિલ્મે 14 થી 15 કરોડની કમાણી કરી હતી. આ પછી, પ્રથમ વિકેન્ડ પર ફિલ્મનું કલેક્શન સતત વધતું ગયું અને વીકએન્ડના અંત સુધીમાં ફિલ્મે 70 કરોડનો આંકડો પાર કરી લીધો. જો કે તે પછી સોમવાર અને મંગળવારે અઠવાડિયાના દિવસની અસર ફિલ્મ પર ચોક્કસપણે જોવા મળી. ફિલ્મે સોમવારે 6 કરોડ, મંગળવારે 6.02 અને બુધવારે લગભગ 5.57 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 87.88 કરોડનો નેટ અને 97.2 કરોડની કમાણી કરી હતી.
 
દુનિયાભરમાં 100 કરોડ ક્રોસ થઈ રણબીર-શ્રદ્ધાની ફિલ્મ 
 
રણબીર અને શ્રદ્ધા કપૂરના અભિનયવાળી ફિલ્મ માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ શાનદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 100 કરોડનો આંકડો પાર કર્યો છે અને આઠ દિવસમાં લગભગ 120 કરોડની કમાણી કરી લીધી છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને કોમેડિયન અનુભવ સિંહ બસ્સી, બોની કપૂર, હસલીન કૌર મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય ફિલ્મમાં કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાએ કેમિયો કર્યો હતો. 'તૂ ઝૂઠી મે મક્કાર' બાદ રણબીર ટૂંક સમયમાં જ 'એનિમલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સામે રશ્મિકા મંદાના છે.