ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (17:04 IST)

જાણીતી સિગર વાણી જયરામનું નિધન, તાજેતરમાં જ પદ્મ ભૂષણથી થયા હતા સમ્માનિત

vani jairam
Veteran Singer Vani Jayaram Passes Away: મ્યુઝિક જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ એવોર્ડ વિનિંગ લેજેન્ડરી સિંગર  વાણી જયરામ હવે આપણી વચ્ચે નથી. ગાયકનું નિધન થયું છે. તેઓ ચેન્નઈમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. સર્વત્ર શોકની લહેર છે.
 
વાણી જયરામે દુનિયાને કહ્યું અલવિદા 
 
ગાયક વાણી જયરામે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગાયકનું તેમના ઘરે અવસાન થયું છે. તેઓ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા. ગાયકનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
 
10 હજારથી વધુ ગીતોને અવાજ આપ્યો
 
વાણી જયરામે તાજેતરમાં જ એક પ્રોફેસનલ સિંગર તરીકે સંગીત ઉદ્યોગમાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમને પોતાના કરિયરમાં 10,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. વાણી જયરામે આરડી બર્મન, કે.વી. મહાદેવન, ઓપી નૈય્યર અને મદન મોહન સહિત અન્ય ઘણા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. તેણે એવરગ્રીન ચાર્ટબસ્ટર્સ ગીતો આપ્યા છે.
 
પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ વખતે પદ્મ ભૂષણની યાદીમાં ગાયિકા વાણી જયરામનું નામ પણ સામેલ હતું. વાણી જયરામને આધુનિક ભારતની મીરા પણ કહેવામાં આવે છે. તેમણે સંગીતની દુનિયાને નવી ઉંચાઈઓ પર પહોંચાડી હતી.