શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (15:26 IST)

Shah Rukh In Vaishno Devi Temple: આમિર ખાન પછી હવે પૂજા કરતા જોવાયા શાહરૂખ, મોડી રાત્રે વૈષ્ણો દેવી મંદિરમાં કરી પ્રાર્થના

mahira shahrukh
Shah Rukh In Vaishno Devi Temple: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને મક્કામાં ઉમરાહ બાદ હવે માતા વૈષ્ણો દેવી મંદિરમાં હાજરી આપી છે. મળતી માહિતી મુજબ, કિંગ ખાન રવિવારે રાત્રે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા પહોંચ્યા હતા. તેમણે અહીં હાજરી આપી અને પ્રાર્થના કરી.
 
મીડિયા રિપોર્ટસ મુજબ શાહરૂખા ખાન આ દરમિયાન તેમના સુરક્ષાકર્નીની સાથે જોવાયા. તેઓએ તેમના ચહેરા અને શરીરને એવી રીતે ઢાંક્યા હતા કે તેઓ ઓળખી ન શકે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તે મક્કા ગયા હતા અને ઉમરાહ કરી હતી. 
 
જણાવીએ કે આવતા મહીને બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાની બહુપ્રતિક્ષિત  ફિલ્મ પઠાન રિલીઝ થશે. તે તેમની ફિલ્મની સક્સેસ માટે ઉમરાહથી લઈને વેષ્ણો દેવી સુધી પ્રાર્થનામાં પણ વ્યસ્ત.