બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (12:43 IST)

WATCH: આતુરતાનો અંત આવી ગયો છે, જુઓ 'રઈસ' નું TRAILER

બોલીવુડ કિંગ શાહરૂખ ખનાની મોસ્ટ અવેટિડ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર રજુ થઈ ચુક્યુ છે. 'રઈસ' નુ ટ્રેલર 500 સ્ક્રીંસ પર બતાવવામાં આવ્યુ. 9 શહેરોમાં ટ્રેલર લોન્ચ દરમિયાન શાહરૂખે પોતાના ફેંસ સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા એક મુલાકાત કરી. 
 
આવુ પહેલીવાર બન્યુ જ્યારે કોઈ ફિલ્મના ટ્રેલરને આટલા બધા સ્ક્રીન પર એક સાથે બતાવવામાં આવ્યુ હોય. આ વિશે ફિલ્મ મેકર્સે બતાવ્યુ હતુ કે તેમનો ઈરાદો દેશના દરેક એક શહેરના સિનેમા હોલમાં 'રઈસ' નુ ટ્રેલર પહોંચાડવાનુ કહ્યુ છે. આ માટે 3500 સ્ક્રીન્સ પર ટ્રેલર બતાવવુ આ દિશામાં તેમનો પ્રયાસ છે. 
 
ગઈકાલે શાહરૂખે ટ્વિટર દ્વારા ફિલ્મનું પોસ્ટર રજુ કર્યુ હતુ. આ સાથે તેમણે લખ્યુ હતુ, 'આજે રઈસનુ નવુ પોસ્ટર જુઓ... આવતીકાલે ટ્રેલર જોવા મળશે.
 
'રઈસ' ની સફળતા માટે શાહરૂખે પહેર્યુ  Lucky લૉકેટ  
 
શાહરૂખે મંગળવારે પોતાના ફિલ્મ સાથે જોડાયેલ એક તસ્વીર શેયર કરી છે. જેની સાથે તેમણે એક ખુલાસો કર્યો છે. ફોટોમાં શાહરૂખે એક લૉકેટ પહેર્યુ છે. જેની સાથે તેમણે લખ્યુ, 'આ મારુ પર્સનલ લોકેટ છે. જેમા મારા માતા-પિતાની તસ્વીર છે.' 
 
શાહરૂખે ફિલ્મમાં પણ આ લોકેટ પહેર્યુ છે. શાહરૂખના આ ટ્વીટને 2 કલાકની અંદર 2830 લોકોએ રીટ્વીટ અને 6,582 લોકોએ લાઈક કર્યુ છે. 
 
26 જાન્યુઆરી 2017ના રોજ રજુ થનારી 'રઈસ'માં શાહરૂખ ખાન ઉપરાંત માહિરા ખાન અને નવાજુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે. જેનુ નિર્દેશન નેશનલ એવોર્ડ વિનિંગ નિર્દેશક રાહુલ ઢોલકિયાએ કર્યુ છે.  ફિલ્મનુ નિર્માણ રિતેશ સિદ્ધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ ઈંટરટેનમેંટ અને શાહરૂખ-ગૌરી ખાનની રેડ ચિલીસ ઈંટરટેનમેંટે કરી રહી છે.