શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 12 જુલાઈ 2019 (18:24 IST)

દોઢ વર્ષ પછી ફરી સામે આવ્યું શ્રીદેવીની મોતનો રહસ્ય, કેરળના DGP નો દાવો ડૂબવાથી નહી થઈ મોત,

બૉલીવુડ એકટ્રેસ શ્રીદેવીનો નિધન 24 ફેબ્રુઆરી 2018ને થયું હતું. તે સમયે ખબર આવી હતી કે બાથટબમાં ડૂબવાના કારણે એકટ્રેસનો જીવ ગયું. શ્રીદેવીનિ નિધન દોઢ વર્ષથી વધારેનો સમય થઈ ગયું છે. તેમજ હવે કેરળ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસએ શ્રીદેવીના નિધનથી સંકળાયેલો મોટુ ખુલાસો કર્યું છે. તેને દાવો કર્યું છે કે એક્ટ્રેસનો નિધન ડૂબવાના કારણે નથી થયું. 
 
ઈંડિયા ટુડેમાં છાપેલી રિપોર્ટ મુજબ કેરળ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ ઋષિરાજ સિંહ (DGP Rishiraj singh) એ આ દાવો કર્યું છે. કેરળ કૈમુદી છાપામાં એક કૉલમમાં ઋષિરાજએ આ વાત લખી. ઋષિરાજના મુજબ તેણે તેમના મિત્ર જે કે એક ફોરેંસિક ડાક્ટર છે તેનાથી આ વાતની ચર્ચા કરી હતી. તેનો નામ ઉમાડથન છે. મારા મિત્ર હવે આ દુનિયામાં નથી જે આ દાવાની પુષ્ટિ કરી શકે. 
 
મિસ્ટર સિંહ એ છાપામાં આગળ લખ્યું - મારા મિત્ર અને દિવંગત ફોરેંસિક ડૉક્ટર ઉમાડથનાએ વાતચીતના સમયે શ્રીદેવીની મોતની ચર્ચા થઈ હતી. તેને મારાથી કીધું કે થઈ શકે છે કે શ્રીદેવીની હત્યા થઈ હોય્ આકસ્મિક મોત નથી. આ વાત તેને મને ત્યારે જણાવી જ્યારે મને જિજ્ઞાસાવશ તેનાથી પૂછ્યું હતું. આટલું જ નહી તેને તેમના દાવો સિદ્ધ કરવા માટે કેટલાક તથ્યને પણ જણાવ્યા. તેના મુજબ એક માણ્સ એક ફુટ ગહરા પાણીમાં જ્યારે નહી ડૂબશે ભલે તેને કેટલી પણ દારૂ પીધી હોય. 
 
તેને આગળ લખ્યુ - તે ત્યારે જ ડૂબશે જ્યારે કોઈ તેમના બન્ને પગને પકડીને તેમના માથાને પાણીમાં ડુબાડશે. તમને જણાવીએ કે શ્રીદેવીનો જે સમયે નિધન થયું હતું તે દુબઈમાં હતી. કજિનના લગ્નના સભારંભમાં શામેલ થવા શ્રીદેવી દુબઈ ગઈ હતી. શ્રીદેવીના પરિવાર વાળા પરત મુંબઈ આવી ગયા હતા. પણ શ્રીદેવીને દુબઈમાં થોડા દિવસ રહેવાની ઈચ્છા હતી. શ્રીદેવીના નિધનથી પહેલા બોની કપૂરને સરપ્રાઈજ આપવા દુબઈ ગયા હતા. જ્યારબાદ તેમની મોતની ખબર સામે આવી. 
 
શ્રીદેવીએ બૉલીવુડમાં તેમના એક્ટિંગ અને સુંદરતાથી ઘણા વર્ષો સુધી તેમના ફેંસના દિલ પર રાજ કર્યું. તેમની મોતની ખબરથી આખો દેશ હલી ગયું હતું. પોસ્ટમાર્ટમ પછી શ્રીદેવીને પ્રાઈવેટ જેટથી મુંબઈ લાવ્યા. જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરાયું.