રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2023 (16:50 IST)

લથડતા પગ... રિક્ષાવાળાએ આપ્યો સહારો... જુઓ રસ્તામાં કેવી હાલતમાં જોવા મળ્યો Sunny Deol

Sunny Deol Viral Video: સની દેઓલ ગદર 2 પછીથી સ્ટારડમનો ખૂબ સ્વાદ ચાખી રહ્યો છે. આ જ કારણ છે કે કોઈને કોઈ કારણસર તેઓ ચર્ચામાં આવી જાય છે. બીજી બાજુ હવે એક નવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ જે હાલતમાં જોવા મળી રહ્યા છે તે જોઈને ફેંસની ચિંતા વધી જાય છે. આ વીડિયોમાં સની જીંસ અને પ્લેન શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે.  પણ તેમના લથડતા પગ કંઈક બીજુ જ કહી રહ્યા છે.

 
જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તો તેને વાયરલ થતા મોડુ ન થયુ. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે લથડતા સની આગળ રસ્તા પર છે અને પછી એક રિક્ષાવાળો તેમને પોતાની રિક્ષામાં બેસાડીને તેની મદદ કરે છે.  એવુ લાગે છે કે સની નશામાં છે પણ આવુ તેમને પહેલા ક્યારેય નહોતુ જોયુ. તેથી ફેંસે કમેંટ સેક્શનમાં ખૂબ ચિંતા બતાવી.  પણ પછી થોડીવાર પછી બધો મામલો ખુદ અભિનેતા સની દેઓલે સ્પષ્ટ કર્યુ .