ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (15:22 IST)

Sherin Selin Mathew: સાઉથ અભિનેત્રીએ કરી આત્મહત્યા, વીડિયો ચેટ દરમિયાન પંખા પર લટકી ગઈ

Sherin Selin Mathew
Sherin Selin Mathew
સાઉથ અભિનેત્રી શેરિન સેલિને મેથ્યુનુ મંગળવારે નિધન થઈ ગયુ છે.  મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો કેરલના એર્નાકુલમ જીલ્લાના કોચ્ચિ વિસ્તારમાં રહેનારી 26 વર્ષીય ટ્રાંસવુમન મૉડલ પોતાના ભાડાના એપાર્ટમેંટમાં મૃત જોવા મળી. કથિત રૂપે અભિનેત્રીએ આત્મહત્યા કરતી વખતે જે વ્યક્તિ સાથે વીડિયો પર ચેટિંગ કરી રહી હતી એ વ્યક્તિએ પોલીસને શેરિનના આ પગલાની માહિતી આપી. જો કે જ્યા સુધી પોલીસ અધિકારી અભિનેત્રીના ઘરે પહોચ્યા ત્યા સુધી શેરિન પંખા પર લટકીને આત્મહત્યા કરી ચુકી હતી. 
 
 ડિપ્રેશનનો શિકાર હતી 
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શેરીનના નજીકના લોકોએ માહિતી આપી છે કે અભિનેત્રી ડિપ્રેશનથી પીડિત હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતી. પોલીસ આ ઘટનાના સંબંધમાં શેરીનના નજીકના મિત્રોના નિવેદનો નોંધી રહી છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહને કલામસેરી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવશે.

 
કોણ હતી શેરીન?
શેરીને કેટલીક મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને મોડલિંગમાં સક્રિય હતી. કોચીમાં છેલ્લા એક વર્ષમાં ટ્રાન્સજેન્ડર દ્વારા આત્મહત્યાનો આ પાંચમો કિસ્સો છે.