ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 મે 2022 (16:42 IST)

દર્દનાક અકસ્માત: ફેક્ટરીની દિવાલ ધરાશાયી થતાં 12 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Photo ANI

હળવદ: દીવાલ પડતા 10થી વધુના મોત- ગુજરાતમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે, જોકે અહીં મીઠું બનાવવાની ફેક્ટરીમાં દર્દનાક અકસ્માત થયો હતો જેમાં 12 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ફેક્ટરીની દિવાલ ધરાશાયી થવાના કારણે 12 લોકોના મોત થયા છે, તમને જણાવી દઈએ કે આ ઘટના મોરબીના હળવદ જીઆઈડીસીની છે. તે જ સમયે, ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે હજુ પણ 30થી વધુ મજૂરો દટાયેલા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
 
મળતી માહિતી મુજબ હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે 30થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે.
 
અચાનક કયા કારણસર આ મીઠાના કારખાનાની આ દીવાલ તૂટી પડી તે જાણવામાં મળ્યું નથી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે દીવાલ તૂટી પડ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વાર લાગી જેને કારણે મૃત્યુઆંક વધ્યો છે.

પીએમએ વ્યક્ત કર્યુ દુખ 

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે, 'મોરબીમાં દિવાલ પડી જવાથી થયેલી દુર્ઘટના હ્રદયદ્વાવક્છે. દુખની આ ક્ષણમાં મારી સંવેદનાઓ સંતપ્ત પરિવાર સાથે છે. આશા કરુ છુ કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જશે. સ્થાનિક અધિકારી પ્રભાવિતોને દરેક શક્ય મદદ આપી રહ્યા છે.                                                                                                                     
અમિત શાહે CM સાથે કરી વાત 
 
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ ત્યાના સીએમ સાથે વાતચીત કરી છે. તેમને ટ્વીટ કરતા લખ્યુ છે કે ગુજરાતના મોરબીમાં એક દુર્ઘટનામાં 12 લોકોના મોતની ઘટના અત્યંત દુખદ છે. મે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. પ્રશાસને રાહત પહોચાડવાની કામગીરી ઝડપથી કરી રહ્યુ છે. ઘાયલોને હોસ્પિટલ પહોચાડીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ.