બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (12:22 IST)

WPI Inflation- મોંઘવારીનો આંચકો... જથ્થાબંધ ફુગાવો 15%થી ઉપર, એપ્રિલના ડેટાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા

સામાન્ય લોકો પર મોંઘવારીની અસર ઓછી થવાનું નામ નથી લઈ રહી. રિટેલ ફુગાવો 8 વર્ષની ટોચે પહોંચ્યા બાદ એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારી દરે પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. સરકારી આંકડા મુજબ, જથ્થાબંધ ફુગાવાનો દર ગયા મહિને 15.08 ટકા રહ્યો હતો. એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ 2021માં જથ્થાબંધ ફુગાવાનો દર 10.74 ટકા હતો. 
 
એપ્રિલની જથ્થાબંધ મોંઘવારી શાકભાજી, ઘઉં, ફળ અને બટાટાની કીમતમાં તીવ્ર વૃદ્ધિ જોવાઈ છે. તે સિવાય ઈધણ, ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગૈસની સાથે-સાથે વિનિર્મિત વસ્તુઓની કીમતમાં ઉછાળ આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે એપ્રિલમાં જથ્થાબંધ મોંધવારીની અસર મે ના પરચૂરણ મોંઘવારીના આંકડામાં જોવા મળી શકે છે.