ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (15:10 IST)

9 હજારથી ઓછા રૂપિયામાં ત્રણ દિવસ માટે ગુજરાત ફરવાની તક, મળશે આ સુવિધાઓ

train news
જો તમે પણ ગુજરાત ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે માત્ર 8790 રૂપિયામાં ભારતના મુખ્ય શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત લઈ શકો છો, તમે વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને લક્ષ્મી વિલાસ પેલેસની પણ મુલાકાત લઈ શકો છો.
 
ઈન્ડિયન રેલવે ટુરીઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશન (IRCTC) એ આટલી ઓછી રકમમાં ગુજરાતની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી છે. આ માટે IRCTC એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજને અમદાવાદ સાથે કેવડિયા યાત્રા - અંબાજી દર્શન વડોદરા (Kevadia Tour With Ahmedabad – Ambaji Darshan Ex Vadodara) નામ આપવામાં આવ્યું છે.
 
આ ટૂર પેકેજ દર બુધવાર અને શુક્રવારે શરૂ થાય છે. બે રાત અને ત્રણ દિવસના આ ટૂર પેકેજમાં તમને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લેવાની તક મળશે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે, “અંબાજી મંદિર ભારતનું મુખ્ય શક્તિપીઠ છે. તમે વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસ સહિત ઘણા ખાસ સ્થળોની મુલાકાત લેવાનો આનંદ માણી શકો છો. આ પેકેજ માટે પ્રતિ વ્યક્તિ માત્ર 8790 રૂપિયા જ ખર્ચવા પડશે.
 
શું છે ખાસ
આ ટૂર પેકેજમાં IRCTC પ્રવાસીઓના રહેવા અને મુસાફરીની વ્યવસ્થા કરશે. તેમજ નાસ્તો અને રાત્રિભોજન પણ આ પેકેજમાં સામેલ કરવામાં આવશે. પ્રથમ દિવસે પ્રવાસીઓને વડોદરા રેલ્વે સ્ટેશનથી લક્ષ્મી વિલાસ પેલેસ અને બરોડા મ્યુઝિયમ જેવા જોવાલાયક સ્થળો પર લઈ જવામાં આવશે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી લઇ જવામાં આવશે. અમદાવાદની હોટલમાં રાત્રિ રોકાણ કરાવવામાં આવશે. બીજા દિવસે સવારે અંબાજી મંદિરે દર્શન કરવામાં આવશે. પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ અને અક્ષરધામ મંદિરની મુલાકાત લેવામાં આવશે.
 
કેટલો ખર્ચ થશે
ડબલ શેરિંગ માટે તમારે પ્રતિ વ્યક્તિ 8890 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય ટ્રિપલ શેરિંગ માટે પ્રતિ વ્યક્તિ 8590 રૂપિયા ખર્ચ થશે. તો બીજી તરફ જો આપણે બેડ સાથે બાળકની વાત કરીએ તો, એક બાળક દીઠ 7390 રૂપિયા ખર્ચવા પડશે. આ IRCTC પેકેજ વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર લિંક http://bit.ly/3FlMvnB પર પણ જઈ શકો છો.