સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (11:07 IST)

LIC IPO Listing: LIC ના શેયરથી નિવેશકને આંચકો લિસ્ટીંગમાં 9 ટકા તૂટયો શેયર

LIC IPO Listing: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC શેર)એ શેરબજારમાં એન્ટ્રી કરી છે. દેશનો સૌથી મોટો IPO BSE અને NSE પર 8 થી 9 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. અગાઉ, નિષ્ણાતોએ પણ ડિસ્કાઉન્ટ સાથે LICના શેરના લિસ્ટિંગની આશા વ્યક્ત કરી હતી.
 
પ્રથમ દિવસે રોકાણકારો નિરાશ થયા હતા
વીમા કંપનીના શેરના દેખાવે પહેલા જ દિવસે રોકાણકારોને નિરાશ કર્યા હતા. LICનો શેર BSE પર રૂ. 81.80 (8.62% ઘટીને)ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 867.20 પર લિસ્ટ થયો હતો. તે જ સમયે, આ શેર NSE પર રૂ. 77ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 872 પર લિસ્ટ થયો હતો. ,