રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (08:58 IST)

રાજ્યમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું

ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજ્યભરમાં આવેલા રિલાયન્સના 160 પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે.રવિવારે અમદાવાદ સહિત રાજ્યના રિલાયન્સ પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ છે. અમદાવાદમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પર ટી-વ્હીલરમાં માત્ર એક લિટર જ્યારે ફોર-વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું.

ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે. જે મુશ્કેલી રિલાયન્સને પડી રહી છે તે આ કંપનીઓને પણ પડવાની છે.​​​​​​​ રાજ્યમાં એસઆરના આશરે 1500 અને સેલના આશરે 60 પેટ્રોલ પંપ છે. રાજ્યમાં આશરે 4 હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે. હાલ સરકારી પેટ્રોલ પંપ પર ઝાઝી અસર જોવા મળશે નહીં. 2008માં પણ રિલાયન્સ પેટ્રોલ પંપ બંધ થયાં હતાં.