1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 14 મે 2022 (10:23 IST)

Petrol Diesel Prices : તમારા શહેરમાં કેટલા રૂપિયા લીટર મળી રહ્યુ છે પેટ્રોલ, ચેક કરો લેટેસ્ટ રેટ

petrol diesel
Petrol Diesel Prices : આજે શનિવાર માટે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. વધતી જતી મોંઘવારી વચ્ચે ક્રૂડ ઓઇલ ફરી બેરલ દીઠ $110ની નજીક પહોંચી ગયું છે. તેથી તેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા વધી ગઈ છે. પરંતુ આજે ભાવમાં કોઈ વધારો થયો નથી.
 
વૈશ્વિક બજારમાં આજે સવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 109 ડોલરની ઉપર જઈ રહી છે. મુખ્ય આર્થિક સલાહકાર પહેલા જ કહી ચૂક્યા છે કે જો બ્રેન્ટ ક્રૂડની કિંમત 110 ડોલરની ઉપર જશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી વધવા લાગશે. હાલમાં 6 એપ્રિલથી કંપનીઓએ તેલના ભાવમાં વધારો કર્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ રૂ.105 પ્રતિ લીટર અને મુંબઇમાં રૂ.120 પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.
 
ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
 
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
- ચેન્નઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર
 
આજના નવા રેટ આ રીતે જાણી શકો છો
તમે SMS દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક રેટ પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસો). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.