રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 12 જાન્યુઆરી 2019 (17:48 IST)

URI Box Office Collection Day 1: વિક્કી કૌશલની ફિલ્મએ પહેલા દિવસે કમાવ્યા આટલા કરોડ

વિક્કી કૌશલ અને યામી ગૌતમ સ્ટાર ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક  (URI: The Surgical Strikes) એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સારી શરૂઆત કરી છે. ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયંસ તરફથી સારો રિસ્પોંસ મળ્યો છે અને હવે બોક્સ ઓફિસ પર પણ ફિલ્મનુ પ્રદર્શન સારુ રહ્યુ. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ ફિલ્મએ પહેલા દિવસે લગભગ 8 કરોડની કમાણી કરી છે.  ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર નથી. આવામાં આ કલેક્શન ખૂબ સારુ છે.  પહેલા જ દિવસે આ ફિલ્મની કમાણીને જોઈને અંદાજ લગાવાય રહ્યો છે કે આ ફિલ્મ પોતાના વીકેંડમાં 20-25 કરોડની કમાની કરી શકે છે.