ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (10:52 IST)

PM નરેન્દ્ર મોદીને મળ્યા બોલીવુડ સ્ટાર્સ, સેલ્ફી પોસ્ટ કરીને લખ્યો આ મેસેજ

ગુરૂવારે બોલીવુડમાંત થી કેટલાક પસંદગીના યુવા ફિલ્મ સ્ટાર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા દેશની રાજધાની દિલ્હી પહોંચ્યા. સોશિયલ મીડિયાથી લઈને તમામ મીડોયામાં આ મુલાકાતને લઈને ખૂબ હલચલ રહી. 
લેટેસ્ટ અપડેટ એ છે કે તમામ સ્ટાર્સ પીએમ સાથે મળીને ગુરૂવારે સાંજે જ મુંબઈ પરત ફર્યા છે. ખાસ વાત એ રહી છે કે મુંબઈના કલીના એયરપોર્ટથી જે તસ્વીરો આવી તેમા મોટાભગના સ્ટાર્સના કપડા પર ત્રિરંગો જોવા મળ્યો. જેવુ કે તમે જાણો છે કરણ જોહર, રણવીર સિંહ, રણબીર કપૂર થી લઈને આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ ઉપરાંત વુમેન પાવરનુ પ્રતિનિધિત્વ કરતી એકતા કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર અને અશ્વિની ઐયર તિવારી જેવી સેલેબ્સની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તસ્વીર ખૂબ વાયરલ રહી છે. જાણવા મળ્યુ છે કે આ મુલાકાતમાં સિન એમાના ભવિષ્ય અને કરેંટને લઈને ચર્ચા થઈ. પ્રધાનમંત્રી સહિત તમામ સ્ટાર્સ આ દરમિયાન ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા.   મુંબઈ એયરપોર્ટ પર આયુષ્યમાન ખુઅરાના, વિક્કી કૌશલ અને રાજકુમાર રાવ દિલ્હીથી પરત ફર્યા પછી આ અંદાજમાં જોવા મળ્યા. 
ત્રણેયના કપડા પર તમે તિરંગાવાળો બેઝ સ્પષ્ટ જોઈ શકો છો. દેખીતુ છે કે સિને સ્ટાર્સ પોતાની ફિલ્મો દ્વારા આખા દેશને જોડવાનુ કામ કરે છે. ફિલ્મોમાં આપવામાં આવેલ સંદેશથી અનેકવાર સમાજ પર પણ ઊંડી અસર થાય છે. તેથી આ ફિલ્મકારોની જવાબદારી છે કે તે જુદા જુદા વિષયો પર સમાજને સશક્ત કરનારી ફિલ્મો બનાવે અને આ પ્રકારની ફિલ્મો બનતી પણ રહી છે. સિનેમાની આ કોશિશ તેમને દેશના ફેવરેટ બનાવી દે છે અને ફિલ્મ કલાકાર પણ દેશને સૌથી ઉપર મુકીને કોઈ કામ કરે છે. ભૂમિ પેડનેકરના ડ્રેસ પર પણ તમે તિરંગાવાળો બેઝ જોઈ શકો છો. 
 
તિરંગા જે આપણી ઓળખ છે અને આપણા સૌને જોડે છે.  બોલીવુડ કલાકારોના કપડા પર તેને જોવુ એક સુખદ અહેસાસ છે. એવુ લાગે છે કે દરેકે આ ખાસ અવસર પર તિરંગાવાળો બૈજ પહેર્યો છે. આલિયા ભટ્ટ મુંબઈ એયરપોર્ટ પર કંઈક આ અંદાજમાં જોવા મળી. આલિયા વર્તમન દિવસોમાં પોતાની ફિલ્મ ગલી બૉય માટે ચર્ચામાં રહે છે. 
આલિયા સાથે તેમના ખાસ મિત્ર રણવીર કપૂર પણ જોવા મળ્યા અને રસપ્રદ વાત એ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પીએમ સાથે મુલાકાતવાળી સ્ટાર્સની ટીમમાં હત. જેવુ કે તમે જાનૉ છો કે એક સમયે સિદ્ધાર્થ અને આલિયા ખૂબ નિકટ રહી ચુક્યા છે તો એ અપ્ણ સંયોગ જ હતો કે ત્રણેય એક સાથે પ્રધાનમંત્રીને મળનારી સ્ટાર્સની ટીમમાં હતા.