ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 28 ડિસેમ્બર 2024 (17:43 IST)

મરાઠી ફિલ્મોની અભિનેત્રીની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનુ થયુ મોત એક ઘાયલ

Urmila Kothare
Urmila Kothare
મુંબઈ શહેરના કાંદિવલી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહી એક મરાઠી અભિનેત્રીની કારે બે મજૂરોને ટક્કર મારી દીધી.  કારની ટક્કરથી એક મજૂરનુ મોત થઈ ગયુ છે. જ્યારે કે એક મજૂર ઘાયલ બતાવાય રહ્યો છે.  બીજી બાજુ કારમાં સવાર અભિનેત્રી સુરક્ષિત છે.  એવુ બતાવાય રહ્યુ છે કે દુર્ઘટના સમયે કાર ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. જ્યારે કે અભિનેત્રી પાછળ બેસી હતી.  બીજી બાજુ એયર બેગને કારણે કારમાં સવાર બંને લોકોના જીવ બચી ગયા. હાલ પોલીસે સમતા નગર સ્ટેશનમાં ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધી લીધો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
શૂટિંગમાંથી પરત ફરી રહી હતી અભિનેત્રી 
 મરાઠી ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તેમની કારે બે મજૂરોને ટક્કર મારી હતી. અથડામણને કારણે એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મજૂર ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ગયા શુક્રવારે બની હતી, જ્યારે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી અભિનેત્રી ઉર્મિલા કોઠારે તેનું શૂટિંગ પૂરું કરીને પરત ફરી રહી હતી. આ દરમિયાન ઉર્મિલાની કાર મેટ્રો કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલા બે મજૂરોને ટક્કર મારતાં એકનું મોત થયું હતું અને બીજાને ઈજા થઈ હતી.
 
ચાલક સામે ગુનો નોંધ્યો
પોલીસના જણાવ્યા અનુસાર અભિનેત્રી કારના વ્હીલ પાછળ બેઠી હતી અને ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. મેડિકલ તપાસમાં સ્પષ્ટ થયું છે કે ડ્રાઈવરે દારૂ પીધો ન હતો. હાલ પોલીસ ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ ઘટના મુંબઈના કાંદિવલી વિસ્તારમાં બની હતી અને ડ્રાઈવર વિરુદ્ધ સમતા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી અને ડ્રાઈવર બંને સુરક્ષિત છે. કારમાં એર બેગ યોગ્ય સમયે ખુલી જવાથી કોઈને ઈજા થઈ નથી.