નાણા પ્રધાન પાલાનિયાપ્પમ ચિદમ્બરમ
આ બજેટ અંગે ચિદમબરમના પત્ની અને પુત્રએ વખાણ કર્યા..
શ્રમજીવી હોય કે ઉધોગપતિ, નોકરિયાત હોય કે ખેડુત, સોફ્ટવેર ઈજનેર કે પછી શિક્ષક, સેનાનો જવાન હોય કે સંસદનો સાંસદ, તમામના ઘરનુ બજેટ ફાઈનાન્સ મિનિસ્ટરના બજેટ પછી જ નક્કી થાતુ હોય છે. ભારતમાં સાત-સાત વખત સામાન્ય બજેટ રજુ કરનાર ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમની બુદ્ધીમત્તા અને અર્થતંત્રના આંકલનની અનોખી ક્ષમતાએ તેમને ઉધોગપતિઓ, રોકાણકારો અને વેપારીઓમાં અત્યંત લોકપ્રિય છે. બિલકુલ શાંત સ્વભાવના ગણાતા પી. ચિદમ્બરમ વર્ષમાં એક દિવસ એકલા જ બોલે અને આખોય દેશ તેમને સાંભળે છે આવુ અત્યાર સુધી સાત વખત થઈ ચુક્યુ છે.દેશની ગરીબ પ્રજાથી માંડીને સૌથી મોટા ઉધોગપતિ સુધી તમામની પ્રગતિ કે અધોગતિનો નિર્ણય તેઓ બજેટના માધ્યમથી કરી રહ્યા છે. સફેદ શર્ટ અને લુંગી જેવો સાદો વેશ પરિધાન કરીને આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજુ કરનારા પી. ચિંદબરમનુ આખુ નામ પાલાનિયાપ્પમ ચિદમ્બરમ છે. તેમનો જન્મ 16મી સપ્ટેમ્બર 1945ના રોજ તામિલનાડુ રાજ્યના શિવગંગા જિલ્લાના ખોબલા જેવડા કાનાડુકાઠન ગામમાં થયો હતો.ચેન્નઈની પ્રેસિડન્સી કોલેજમાં તેમણે સાયન્સ ડિગ્રીના સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારપછી તેમણે યુનિર્વસિટી ઓફ મદ્રાસમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 1968માં તેમણે હાવર્ડ બિઝનેસ સ્કુલમાંથી એમબીએ પુરુ કર્યુ હતુ. 1969
માં તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં વકિલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. 1984માં સિનિયર ધારાશાસ્ત્રી તરીકેની પદવી મળી હતી. ત્યારપછી તેમણે સુપ્રિમ કોર્ટ તથા અન્ય હાઈકોર્ટમાં પ્રેકટીશ શરૂ કરી દીધી હતી. તેમના પરિવારમાં પત્ની નલિની તથા પુત્ર કાર્તીનો સમાવેશ થાય છે. તેઓ માને છે કે, જે દેશના લોકો સ્પર્ધાત્મક હોય તે જ ગરીબી દુર કરવામાં સફળ બને છે. 1996માં પહેલી વાર તેઓ ફાઈનાન્સ મિનિસ્ટર બન્યા તે વખતે તેમણે આપેલુ બજેટ હજીય વખણાય છે. જાણકારોએ 1996-97ના તેમના બજેટને 'ડ્રીમ બજેટ' તરીકે આલેખ્યુ હતુ. ત્યારપછી તેઓ સાત વખત વિત્તમંત્રી બન્યા હતા અને બજેટ રજુ કર્યુ હતુ.