સૌથી પહેલી ગુજરાતની ટ્રેન કયાં દોડી હતી
દેશમાં સૌ પ્રથમ રેલવેની શરુઆત મુંબઇ અને થાણેથી 1853 માં થઇ હતી. ભારતમાં રોજ લાખોની સંખ્યામાં લોકો રેલવેની મુસાફરી કરે છે. રેલવે વિભાગથી સરકારને કરોડોની કમાણી થાય છે. આજે રેલ બજેટ આવી ગયુ છે ત્યારે ગુજરાતના ઐતિહાસિક રેલવે સ્ટેશનની મુસાફરી કરીએ. ગુજરાતના જામનગરમાં 1897 માં રેલવેનો પ્રારંભ થયો હતો. આ સમયમાં અમુક રાજ્યો માટે રેલવે સપના સમાન હતી ત્યારે જામનગરના રાજા જામ સાહેબે 119 વર્ષ પહેલા જામનગરથી રાજકોટ વચ્ચે પ્રથમ ટ્રેન શરૂ કરાવી હતી જેને 8-4-1897ના લીલીઝંડી આપવામાં આવી હતી.
જામનગર રેલવે સ્ટેશનની શહેરની મધ્યે તે સમયે ત્રણબતી વિસ્તારમાં રેલવે સ્ટેશન બનાવ્યુ હતું. ઐતિહાસિક સ્ટેશનના મધ્ય ભાગમાં લોકોને 19મી સદીની યાદ અપાવતી એક મોટી ઘડિયાળ અને શિલ્પકામથી મઢેલો દરબારી હૉલ સ્ટેશનમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. હાલ તંત્રની બેદરકારીને લીધે આ હૅરિટેજ રેલવે સ્ટેશની હાલત ખંડેર બની ગઇ છે. આ ઐતિહાસિક રેલવે સ્ટેશને ફરી જીર્ણોદ્ધાર કરવાની કરવાની લોક માંગ ઉઠવા પામી છે.