રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By પારૂલ ચૌધરી|

ઇડર

PRP.R

ઇડરનું નામ લેતાની સાથે જ કદાચ આપણાં મોઢા પર ગીત આવી જાય છે- 'અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો'. ઇડર કે જે એક જમાનાની અંદર રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે. તેમનો ઇતિહાસ કહેવો તો ઘણો અઘરો છે પરંતુ હા થોડી ઘણી જે યાદો યાદ છે તે હું તમારી સામે રજુ કરૂ છું.

ઇડરનો ઇતિહાસ -
ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર એક નાનકડું શહેર છે. આ શહેર 20 કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે. જે રાજસ્થાનની અને સાબરકાંઠાની સરહદે આવેલું છે. આ શહેર ખાસ કરીને રમકડા બનાવવા માટે જાણીતું છે અને તેના મંદિરો માટે પણ. ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે. ઇડરની બહારની બાજુ રાણી તળાવ આવેલું છે. એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી. તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદર મંદિર પણ આવેલ છે. જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય. તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.
PRP.R

આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ છે. તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે - ઇડરીયો ગઢ.

ઇડરના નામનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે એવું કહેવાય છે કે, વર્ષો પહેલાં અહીંયા પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ. તેથી લોકોએ એવું કહેવાનું ચાલું કર્યું કે અહીં ડર છે. એટલે અહીં ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે.