શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:40 IST)

Chandrayaan-3: ચંદ્રયાન-3 ઇતિહાસ રચવાની નજીક, વિક્રમ લેન્ડર અલગ થવા તૈયાર

chandrayaan
ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ચોથી કક્ષામાં પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમી x 177 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ઈસરોએ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરાયા હતા.

આ સમગ્ર પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય છે. આ તમામ તબક્કામાં, જરૂરી પ્રક્રિયાને નિયંત્રિત કરવા અને યોગ્ય ઉતરાણ કરવાનો પ્રયાસ કરવા માટે વિવિધ અલ્ગોરિધમ્સ મૂકવામાં આવે છે. જો લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરે છે, તો તે ભારત માટે મોટી સફળતા હશે.