શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:46 IST)

ચંદ્રયાન મિશન માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યા

ceramic parts
ceramic parts
ISRO 13 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરે તે માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યા છે. સુરતની હિમસન સિરામિક કંપની છેલ્લા 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશન બનાવે છે તે ચંદ્રયાન-3માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

ચંદ્રયાન-3માં સુરતની એક કંપની જે સ્કિવબ્સ બનાવે છે તેનો ઉપયોગ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો. જ્યારે કોઈ રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને લોન્ચ કરવામાં આવે છે ત્યારે તેના નીચેનો ભાગ 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ ગરમ હોય છે. આ ગરમી વાયરીંગને નુકસાન ન કરે તે માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશનું આવરણ તેની ઉપર ચઢાવવામાં આવે છે, જેનાથી આ બ્લાસ્ટ અને એની જ્વાળાઓની અસર યાન પર થતી નથી. આ સ્ક્વિબ્સ ઇગ્નીશ ખૂબ જ મહત્વનો ભાગ યાન માટે ભજવે છે અને સ્ક્વિબ્સ ઇગ્નીશની હિમસન સિરામિક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે.

ઈસરોના વૈજ્ઞાનિકો સુરતની આ કંપની પર પોતાનાં તમામ મોટા પ્રોજેક્ટ માટે ભરોસો રાખે છે. હિમસન સિરેમિક કંપનીના ડાયરેક્ટર નિમેષ બચકાની વાલાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, તેમની કંપની 1994 થી સેટેલાઈટ અને સ્પેસયાન આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને ઈસરોને સપ્લાય કરે છે. ચંદ્રયાન ત્રણમાં પણ કંપની દ્વારા તૈયાર સ્ક્વિબ્સ કમ્પોનન્ટ્સ લાગ્યા છે. જે અમારી માટે ગર્વની બાબત છે. ભલે ગઈ વખતે ચંદ્રયાન બેમાં લેન્ડિંગ વખતે સમસ્યા સર્જાઈ હોય પરંતુ આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારત ચંદ્રયાન-3 ને સફળતાપૂર્વક પૂર્ણ કરશે અને વિશ્વ ભારતની વૈજ્ઞાનિક શક્તિને ફરી એક વખત જોશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કંપનીમાં બનાવેલુ સ્ક્વિબ્સ એ યાનના નીચેના ભાગમાં લગાવવામાં આવતું હોય છે, જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન તેમજ ઇગ્નિશનમાં થાય છે. આ ખાસ પાર્ટ્સના કારણે વાયરીંગ સુરક્ષિત રહે છે અને તેમાં કોઈપણ પ્રકારે આગ લાગતી નથી, કારણ કે જ્યારે યાનને લોન્ચ કરવામાં આવે છે ત્યારે નીચેના ભાગમાં ફાયરિંગની જ્વાળા ઉપર તરફ ન આવે અને વાયરીંગ સુરક્ષિત રહે તે માટે આ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.