રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (12:17 IST)

Dev Diwali 2021- ક્યારે છે દેવ દિવાળી

આજે કારતક માસની પૂનમ છે જે કારતક પૂર્ણિમા કે દેવ દિવાળીના નામે ઓળખાય છે. આજના દિવસે દેવો દિવાળી ઉજવે છે. માન્યતા મુજબ દેવ દિવાળીના દિવસે બધા દેવતાઓ ગંગાના ઘાટ પર આવીને દિપ પ્રગટાવીને પોતાની પ્રસન્નતા દર્શાવે છે.
 
દિવાળીના બે અઠવાડિયા પછી દેવદિવાળીનો પર્વ આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં 'દેવદિવાળી' એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે! કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી 'દેવદિવાળી' શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસ થીજ લગ્નો માટેનું શુભ મુરત નિકળે છે.
દેવ-દિવાળી તહેવારોનો રાજા છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા, તેથી જૈનધર્મીઓ માટે પણ દિવાળીનો તહેવાર ખૂબજ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. 
 
દેવ દિવાળીનો તહેવાર કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે કારતક પૂર્ણિમા 18 નવેમ્બરે 12.00 વાગ્યેથી લાગી રહી છે જે 19 નવેમ્બરે 2 વાગીને 27 મિનિટ સુધી રહેશે. દેવ દિવાળીનો તહેવાર 18 નવેમ્બરના દિવસે ગુરૂવારે ઉજવાશે. આ દિવસે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, માતા લક્ષ્મી અને ગુરૂ નાનક દેવનો પૂજન કરાય છે.