બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2013 (16:54 IST)

ગરીબો દાળ સાથે શાક ખાવા લાગ્યા તેથી વધી મોંઘવારી

P.R
મોંઘવારી પર મનફાવે તેમ નિવેદન કરનારા કોગ્રેસ નેતાઓની યાદીમાં એક નામ વધી ગયુ છે. હવે કાયદા મંત્રી કપિલ સિબ્બલે મોંઘવારી માટે ગરીબોને જ જવાબદાર ઠેરવ્યા છે.

ગ્વાલિયરમાં કપિલ સિબ્બલે વધતી મોંઘવારીના પ્રશ્નના જવાબ પર સંવાદદાતાઓને કહ્યુ કે દેશના ગરીબ હવે દાળની સાથે શાકભાજી પણ ખાવા લાગ્યા છે. જેનાથી મોંઘવારી વધી ગઈ છે.

તેમણે કહ્યુ કે પહેલા ગરીબ વર્ગ દાળ રોટલી ખાતો હતો અને હવે તેની સાથે શાક પણ ખાવા લાગ્યા છે. આનાથી એક બાજુ માંગ વધી છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ કારણથી જ મોંઘવારી વધી છે.

આ પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેટલાક મહિનાઓ પહેલા ઈલાહાબાદમાં કહ્યુ હતુ કે ગરીબી એક માનસિક અવસ્થા છે. જેને લઈને તેમને આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસ નેતા રાજ બબ્બર અને રશીદ મસૂદે પણ મોંઘવારીને લઈને શરમજનક નિવેદન આપ્યા હતા. રાજ બબ્બરે 12 રૂપિયામાં અને મસૂદે 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળવાની વાત કરી હતી.


જો કે કપિલ સિબ્બલ જબલપુરમાં આ વાતને લઈને ફરી ગયા. અહી તેમણે કહ્યુ કે મોંઘવારી એક ગંભીર મુદ્દો છે. શાકભાજી અને ફળોના ભાવ વધ્યા છે. અનાજના ભાવ વધ્યા છે. તેમણે મોંઘવારી માટે રાજ્ય સરકારને દોષી ઠેરવી.

સિબ્બલે કહ્યુ કે વધતી કિમંતો માટે રાજ્ય સરકાર પણ જવાબદાર છે. માંગ અને પુરવઠોના સિદ્ધાંત પર ધ્યાન આપતા ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રયાસ નથી થયો. તેમને કેન્દ્ર પર આંગળી ચીંધવાનો કોઈ હક નથી. કારણ કે અનાજ, શાકભાજી રાજ્યોમાં ઉત્પન્ન થાય છે.

મોદી પર કટાક્ષ - તેમણે કહ્યુ કે વિપક્ષ આરોપ લગાવી રહ્યા છે કે યૂપીએ શાસનકાળમાં દેશનો વિકાસ થયો નથી. મોંઘવારી વધી છે. સિબ્બલે મોદી પર નિશાન સાધતા કહ્યુ કે પ્રધાનમંત્રીના સ્વપ્ન જોનારાનાની સાચે જ કોઈ સરકાર નથી. જેને ઈતિહાસની માહિતી નથી તે શુ ઈતિહાસ બનાવશે.