ઈસુ સમુદ્ર પર ચલતાં હતાં...
ઈસુએ પોતાના શિષ્યોને આદેશ કર્યો કે તમે નાવ પર ચઢીને મારા પહેલાં વેથસાઈદા ચાલ્યાં જાવ એટલામાં હુ લોકોને વિદાય કરી દઈશ. ઈસુ લોકોને વિદાય કરીને પહાડી પર પ્રાર્થના કરવા માટે ચાલ્યાં ગયાં. સાંજ પડી ગઈ હતી. નાવ સમુદ્રની વચ્ચે હતી અને ઈસુ તે જગ્યાએ એકલા જ હતાં. ઈસુએ જોયુ કે તેમના શિષ્યો ખુબ જ પરિશ્રમ દ્વારા નાવને આગળ વધારી રહ્યાં હતાં કેમકે હવા સામેની બાજુ હતી. ઈસુ રાત્રિના ચોથા પ્રહરે સમુદ્ર પર ચાલતાં ચાલતાં તેમની તરફ આવ્યાં. શિષ્યો તેમને સમુદ્ર પર ચાલતાં જોઈને કોઈ પ્રેત સમજીને જોરથી બુમો પાડવા લાગ્યાં. કેમકે બધા તેમને જોઈને ગભરાઈ ગયાં હતાં. ઈસુએ તેમને કહ્યું કે શાંતિ જાળવો! હુ જ છું. ડરશો નહિ. ત્યારે તેઓ તેમની પાસે આવીને નાવમાં ચઢી ગયાં અને હવા શાંત થઈ ગઈ.