શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 24 જુલાઈ 2020 (20:32 IST)

Health Tips - ડાયાબિટીઝથી બચવુ છે તો કરો આ ફુડસનું સેવન

તજ  - તજનુ સેવન મોટેભાગે શાકભાજી દ્વારા કરવામાં આવે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલને સંતુલિત કરીને ડાયાબિટીઝથી બચાવી રાખે છે.
 
કોળાં ના બીજ - વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ  કોળાના બીજમાં રહેલ મેગ્નેશિયમ લોકોને ડાયાબિટીઝથી બચાવવામાં ઉત્તમ પોષક તત્વ સાબિત થઈ શકે છે.
 
કાજુ - કાજુમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવાનો વિશેષ ગુણ હોય છે. આ કારણે તમે ડાયાબિટીઝથી સુરક્ષિત રહી શકો છો. 
 
પિસ્તા - પિસ્તામાં પણ લૉ ગ્લાઈસેમિક લેવલ જોવા મળે છે. આ બ્લડ શુગર લેવલને ઓછુ કરીને ડાયાબિટીઝ હોવાનો ખતરો ઓછો કરી શકે છે. 
 
બ્રાઉન રાઈસ - બ્રાઉન રાઈસમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. આ ડાયાબિટીઝના જોખમથી તમારા શરીરને સુરક્ષિત રાખવામાં મુખ્ય પોષક તત્વની ભૂમિકા ભજવે છે.   
 
સફરજન - ફાયબર સ્રોતના રૂપમાં આ ફળનો ઉપયોગ થઈ શકે છે. તે બ્લડ ગ્લુકોઝ લેવલને સંતુલિત રાખીને ડાયાબિટીઝના જોખમ સામે રક્ષણ આપી શકે છે.
 
ચિયા બીજ - તમે તેને દૂધમાં પલાળીને ખાઈ શકો છો. તેમાં એન્ટીઓકિસડન્ટો, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફાઇબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે ડાયાબિટીઝ સામે રક્ષણ આપી શકે છે.
 
શતાવરી - શતાવરી બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં ફાયદાકારક છે. આ કારણે જો તમે શતાવરીનુ સેવન કરો છો તો ડાયાબિટીસથી બચવામાં તમને મદદ મળી શકે છે.