બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 ઑગસ્ટ 2020 (09:32 IST)

નડીયાદ નજીક બે કાર વચ્ચે અકસ્માત એક જ પરિવારના 5 લોકોના મોત

ગુજરાતમં નડીયાદ પાસે નેશનલ હાઇવે નંબર 8 પર મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થા અન્ય પાંચ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતાં જ દુર્ઘટનાગ્રસ્ત પરિવારના અન્ય લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જમાલપુર સ્થિત ચના તથા મગફળીના વ્યવસાય સાથે સંકળાયેલા યાકુબ શેખ પોતાની પત્ની કૌસરબીબી, પુત્રી સીમાબેન, પૌત્રી જીયા તથા તેમના સંબંધીની પુત્રી ઇનાયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. 
 
વડોદરાથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલી કારને તેમની કારને ટક્કર મારી હતી. દુર્ઘટનાગ્રસ્ત ફોર્ચ્યૂનર કાર ચાલક સાણંદ નિવાસી પ્રમુખ પટેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે સમયે કારની ગતિ લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી. 
 
કાર ચાલાકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે તે નશામાં ધૂત જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં પ્રમુખ ચંદુલાલ પટેલ, સમીરાબેન યાકુબભાઇ શેખ, જીયાબાનુ, વસીમભાઇ શેખ, સહદ શેખ અને નિદાબાનુ, ઇમરાન શેખ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
આ ઘટના અંગે વાત કરતા સ્થાનીક પોલીસે કહ્યું કે, અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી કે, અહીં અકસ્માત થયો છે. ત્યારબાદ 108ની ટીમને બોલાવવામાં આવી હતી. પોલીસકર્મીએ કહ્યું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર પાંચ લોકોના મૃત્યુ થયા હતા. અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 
 
મૃતકના નામ
યાકુબ શેખ
કૌશરબીબી
સીમા
જિયા
ઇનાયા
 
ઇજાગ્રસ્તોના નામ
પ્રમુખ પટેલ
જિયા શેખ
સહદ શેખ
નિદાબાનું
​​​​​​​સમીરા