રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 24 એપ્રિલ 2020 (17:53 IST)

ગુજરાતના કોરોના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં

ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુજરાતમાં નવા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, અમદાવાદ સહિતના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં છે. ગુજરાતના આ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સફર થવાની દહેશત છે. કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર બાબત એ છે કે, કેટલાક વિસ્તાર એડવાન્સ સ્ટેજમાં હોવાનું સામે આવ્યું છે. બીજા સ્ટેજથી એક કદમ આગળ કેટલાક હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કેસ એડવાન્સના આવે છે. હાલ ગુજરાતના  ચાર મોટા શહેરો(અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ)માં 15 જેટલા કોરોનાના હોટસ્પોટ વિસ્તારો છે. ગુજરાતમાં કુલ 15 હોટસ્પોટ વિસ્તાર છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર સામેલ છે. ગુજરાતમા હાલ કુલ 2624 કેસ કોવિડ 19ના છે, જે ગુજરાતના 29 જિલ્લાઓમાં છે. પરંતુ ગુજરાત માટે આ અતિગંભીર સમાચાર એ છે કે, હોટસ્પોટમાં કમ્યુનિટી ટ્રાન્સફર વધશે. અત્યાર સુધી ગુજરાત કોરોના કેસ મામલે બીજા સ્ટેજમાં હતું, હવે ત્રીજુ સ્ટેજ આવશે, જેને ભયજનક માનવામાં આવે છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યું હતું કે, 10થી વધુ હોટસ્પોટ વિસ્તારો હવે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરશે. અહીંથી મોટા પ્રમાણમાં કમ્યુનિટી ટ્રાન્સફર થતું હોય છે. આવામાં મોટી સંખ્યામાં લોકો કોરોનાગ્રસ્ત બનતા હોય છે. આંકડા પણ બતાવે છે કે જે રીતે દર્દીઓની સંખ્યા વધી છે, તેમાંથી 50 ટકાથી વધુ કેસ હોટસ્પોટ વિસ્તારોમાંથી છે. જે આ વિસ્તારો માટે ખૂબ જ ભયાનક ગણાવી શકાય એમ છે.