સુરતમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 576 થયો, કુલ 20 લોકોનાં મોત
શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 576 થઈ ગઈ છે. પોઝિટિવ દર્દીઓમાં સ્મીમેર હોસ્પિટલમાં કેસ બારી પર કામ કરતો એક કર્મચારીનો પણ સમાવેશ થયો છે. આ સિવાય લિંબાયત પોલીસ મથકના પીએસઓનો પુત્ર અને કિરણ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરના પુત્ર પણ છે. તેવી જ રીતે શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા અને સિવિલમાં હાલ કોરોનાની સારવાર લઈ રહેલા એક પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું છે. યુવકને 25મીએ સાંજે દાખલ કરાયો હતો. આ સાથે શહેરમાં કોરોનામાં કુલ મૃતાંક 20 થઈ ગયો છે. શહેરમાં કોરોનાનો કુલ મૃતાંક 20 થઈ ગયો છે. શહેર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં કોરોનાને હરાવનારા 20 દર્દીઓને એક સાથે રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 39 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. જોકે રજા મેળવ્યા બાદ પણ આ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહેશે