મંગળવાર, 15 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસે દિવસે બેકાબુ થઈ રહ્યો છે

ગુજરાતમાં કોરોનાનો કેર દિવસને દિવસે વધી રહ્યો છે. એક સમયે રાજ્યમાં દિવસના 20થી 50 કેસ નોંધાતા હતા હવે એ આંકડો 300ને પાર પહોંચી રહ્યો છે. 30 એપ્રિલ સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના 4395 કેસ નોંધાયા છે. જ્યારે 214 દર્દીના મોત નીપજ્યા છે અને 613 દર્દીઓ સાજા થયા છે. 1લી એપ્રિલ સુધી રાજ્યમાં 87 પોઝિટિવ કેસ હતા જે 30 એપ્રિલે મહિનામાં વધીને 4395 થયા છે. એટલેકે એક જ મહિનામા રાજ્યમાં પોઝિટિવ કેસનોની સંખ્યામાં 50 ગણો વધારો થયો છે. એવી જ રીતે રાજ્યમાં 1લી એપ્રિલ સુધી 6 મોત હતા જે 30 એપ્રિલે વધીને 214 થયા છે, એટલે કે મૃત્યુમાં પણ એક મહિનામાં રાજ્યમાં 36 ગણો વધારો થયો છે. રાજ્યમાં જે પ્રકારે છેલ્લા 30 દિવસમાં પોઝિટિવ કેસ અને મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે તે ચિંતા ઉપજાવે તેવો છે.  19 માર્ચે રાજ્યમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો હતો. શરૂઆતમાં રાજ્યમાં પોઝિટિવ કેસનોની સંખ્યા ધીમી ગતિએ વધી રહી હતી. 1 એપ્રિલે રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા 87એ પહોંચી હતી. આમ 14 દિવસમાં રાજ્યમાં 87 કેસ વધ્યા હતા. 2 એપ્રિલથી કેસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો. 2 એપ્રિલથી 15 એપ્રિલ એટલે કે બીજા 14 દિવસમાં રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 868 થઇ હતી. એટલેકે  આ 14 દિવસમાં રાજ્યામાં 781 પોઝિટિવ કેસ વધ્યા હતા. 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં એટલે કે 15 દિવસમાં રાજ્યમાં 3527 પોઝિટિવ કેસ વધ્યા છે. 22 માર્ચે રાજ્યમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં નોંધાયું હતું અને 1 એપ્રિલે રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંક 6 હતો. જ્યારે 2 એપ્રિલથી 15 એપ્રિલ એટલે કે બીજા 14 દિવસમાં રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 36 થઇ હતી. એટલેકે  આ 14 દિવસમાં રાજ્યામાં 30 મૃત્યુ નોંધાયા હતા. 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં એટલે કે 15 દિવસમાં રાજ્યમાં 178 દર્દીના મૃત્યુ થયા છે.