શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2020 (12:07 IST)

રાજ્યમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું. આંકડો 2 હજારને પાર, 57ના મોત

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા તથા સુરતની સ્થિતિ વધુ ગંભીર છે. કારણ કે રાજ્યમાં સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. 
 
ગુજરાત રાજ્યનાં અગ્ર આરોગ્ય સચિવ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી માહિતી આપી હતી કે રાજ્યમાં હાલ જે પ્રકારે લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યું છે તેવી સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા સર્વેલન્સનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું સતત મોનિટરિંગ પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 
 
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના 94 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2272 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 95 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાત દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુ મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે. 
 
અમદાવાદમાં 1434 કેસ, રાજકોટમાં 41, સુરતમાં 364 કેસ, વડોદરામાં 207 અને ભાવનગરમાં 5 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 2272 કેસ નોંધાયા છે. તેમાંથી 144 લોકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 95 લોકોના મોત પણ થયા છે. આમ જોઈએ તો ગુજરાતમાં મૃત્યુઆંક વધારે છે. હાલ ગુજરાતમાં 2020 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાં 13 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યું છે. અહીં અત્યાર સુધી 1434 કેસ નોંધાવાની સાથે કુલ 57 લોકોના મૃત્યુ થયા છે. 
 
 
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ: 1434
વડોદરા: 207
સુરત: 364
રાજકોટ: 41
ભાવનગર: 32
આણંદ: 28
ભરૂચ: 24
ગાંધીનગર: 17
પાટણ: 15
પંચમહાલ: 11
બનાસકાંઠા: 15
નર્મદા: 12
છોટા ઉદેપુર: 7
કચ્છ: 6
મહેસાણા: 7
બોટાદ: 9 
પોરબંદર: 3
દાહોદ: 4
ગીર-સોમનાથ: 3
ખેડા: 3