રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (12:23 IST)

વર્ષ 2014થી અત્યાર સુધી મેડિકલ સેવાના વિસ્તાર માટે કેન્દ્ર સરકારે 157 મેડિકલ કોલેજોને આપી મંજુરી: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં મેડિકલ સેવાના વિસ્તારના હેતુથી કેંદ્ર સરકારે 2014 થી અત્યાર સુધી 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે અને 17,691.08 કરોડ રોકાણ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ સાથે કહ્યું કે પ્રોજેક્ટ પુરો થવામાં લગભગ 16,000 સ્નાતક મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. તેમાં 64 નવી મેડિકલ કોલેજોના કામકાજ સાથે  6,500 સીટો પહેલાં જ સૃજિત કરવામાં આવી ચૂકી છે. 
 
યોજનાના ત્રણ તબક્કાઓ હેઠળ, 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 63 મેડિકલ કોલેજો પહેલાથી કાર્યરત છે. કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ સ્થાપવામાં આવી રહેલી 157 નવી કોલેજોમાંથી 39 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં સ્થાપવામાં આવી રહી છે.
 
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનુક્રમે ઉત્તર પૂર્વીય રાજ્યો અને વિશેષ વર્ગના રાજ્યોની ભંડોળની પદ્ધતિ 90:10 છે. જો કે, અન્ય રાજ્યો માટે રેશિયો 60:40 છે, જેમાં સીટ દીઠ રૂ. 1.20 કરોડ ખર્ચની ઉપલી મર્યાદા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 15 રાજ્યોમાં કુલ 48 કોલેજોને 3 હજાર 325 બેઠકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેન્દ્રનો 6 હજાર 719.11 કરોડનો હિસ્સો બહાર પાડવામાં આવ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલય, મંત્રાલય કેન્દ્રિય પ્રાયોજિત યોજનાનો અમલ પણ કરી રહ્યું છે જેનો ઉદ્દેશ સરકારી કોલેજોમાં 10હજાર  એમબીબીએસ બેઠકો બનાવવાનો છે. MBBSની બેઠકો વધારવા માટે હાલની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવાની યોજના છે.