રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (12:12 IST)

Cabinet Meeting- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક

અધ્યક્ષતામાં 10:30 કલાકે રાજ્યની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે. જેમ કે, આગામી દિવસોમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. તે બાબતે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે આ ઉપરાંત ટૂંક જ સમયમાં તમામ કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનો ગુજરાત પ્રવાસે જવાના છે. તે બાબતે પણ ખાસ આયોજનની વાત કરવામાં આવશે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં આજે કેબિનેટ બેઠક યોજાશે આ બેઠકમાં અતિવૃષ્ટીને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. સાથેજ ખેડૂતોને પાક નુકશાનની સહાય મામલે પણ વિચારણા કરવામાં આવી શકે છે.
 
મંત્રીઓના પ્રવાસને લઈને પણ બેઠકમાં થશે ખાસ ચર્ચા
 
ઉલ્લેખનીય છે કે મંત્રીઓના રાજ્યમાં પ્રવાસને લઈને પણ આજે બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે. પરંતું સૌથી અગત્યનો મુદ્દો આ બેઠકમાં અતિવૃષ્ટિનો રહેશે. કારણકે ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતી ખરાબ થઈ છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે. જેથી તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.