મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (20:00 IST)

મેવાણીની એન્ટ્રીથી 'હાથ' મજબૂત થશે, દલિત વોટબેંક માટે બનશે નવો ચહેરો

મંગળવારે રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણી કોંગ્રેસનો હાથ તો પકડી લીધો, પરંતુ અત્યારે તેમને ઔપચારિક રૂપથી કોંગ્રેસનું સભ્યપદ લીધું નથી. ત્યારબાદ કોંગ્રેસે એક પત્રકાર પરિષદ કરી. આ દરમિયાન કન્હૈયા કુમારે કહ્યું કે કોંગ્રેસ બચશે ત્યારે દેશ બચશે. તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આજે અમારું સંવિધાન, લોકતંત્ર ખતરામાં છે, તેને આપણે બચાવવનું છે. 
 
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે જો કહાની ગુજરાતથી શરૂ થઇ છે તેને 6-7 વર્ષથી ઉત્પાદત મચાવ્યો છે. તે બધા સમક્ષ છે. આપણા સંવિધાન પર હુમલો છે. આપણા સંવિધાન પર હુમલો છે. આપણા આઇડિયા ઓફ ઇન્ડીયા પર હુમલો છે. લોકતંત્ર પર હુમલો છે. આજે ભાઇ ભાઇ એકબીજાના દુશ્મન બની જાય, એટલું ઝેર, નફરત પ્લાન્ડ કાવતરા હેઠળ નાગપુર અને દિલ્હીમાં ફેલાયેલ રહે છે. કંઇ પણ કરીને આ દેશના સંવિધાન, લોકતંત્ર અને આઇડિયા ઓફ ઇન્ડીયાને બચાવવાનું છે અને તેના માટે મારે તેમની સાથે હોવું જોઇએ જેણે અંગ્રેજો તગેડી મુક્યા. એટલા માટે આજે કોંગ્રેસ સાથે ઉભો છું. 
 
તેમણે કહ્યું કે એક અપક્ષ ધારાસભ્ય છું, એટલા માટે ઔપચારિક રૂપથી કોંગ્રેસ જોઇન કરી શકતો નથી, પરંતુ 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસના સિંબલ પર જ લડીશ અને તેના માટે કેમ્પેન કરીશ. આજે રાષ્ટ્રીય સ્તર પર જે થઇ રહ્યું છે, તે બધુ ગુજરાતમાં સહન કરી ચૂક્ક્યા છીએ. 
 
જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાતા જ ગુજરાતમાં મહત્ત્વની કામગીરી સોંપવામાં આવશે. અત્યારે  ગુજરાત કોંગ્રેસમાં કોઈ એવા દલિત નેતા નથી, જેમનો રાજ્યવ્યાપી દલિત વોટબેંક પર પ્રભાવ હોય. જ્યારે મેવાણી તો ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી સહિતના વિસ્તારોમાં દલિતોના અધિકારો માટે લડતો ચલાવી ચૂક્યા છે. આ સ્થિતિમાં મેવાણી કોંગ્રેસમાં જોડાય તો ગુજરાત કોંગ્રેસની કટ્ટર સમર્થક એવી દલિત વોટબેંક માટે તે નવો ચહેરો બની શકે છે. 
 
કોંગ્રેસમાં કન્હૈયા અને જીગ્નેશની ભૂમિકા શું હશે તેને લઈને તસવીર સ્પષ્ટ નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે બંને યુવા નેતા દેશભરના યુવાનોને કોગ્રેસમાં જોડવા અને મોદી સરકાર વિરુદ્ધ આંદોલનની મુહિમ ચલાવી શકે છે. ચર્ચા તે પણ છે કે બિહારમાં કન્હૈયા અને ગુજરાતમાં જીગ્નેશને કોંગ્રેસ મોટુ પદ આપી શકે છે. આ રણનીતિ હેઠળ આવનારા દિવસોમાં કેટલાક અન્ય યુવા નેતા કોંગ્રેસમાં સામેલ થશે.