સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 2 માર્ચ 2021 (12:50 IST)

Palika Panchayat Eection Result Live updates - જી.પં.માં ભાજપનો જબરો દેખાવ, 31 જિ.પં.માંથી 28માં ભાજપને લીડ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી 2 માર્ચ, મંગળવારે એટલે કે આજે યોજાશે. નગરપાલિકાની 8,473, જિલ્લા પંચાયતમાં 980 અને તહસીલ પંચાયતમાં 4,773 બેઠકો માટે કુલ 36,008 બૂથ મતદાન થયા છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ગુજરાતની 81 નગરપાલિકાઓ, 31  જિલ્લા પંચાયતો અને  231  તહસીલ પંચાયતોની ચૂંટણીમાં લગભગ 64 ટકા મતદાન નોંધાયું છે.
 
આંકડા મુજબ 81  નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયુ, 31 જિલ્લા પંચાયતોમાં. 65.80 ટકા અને ૨31 તહસિલ પંચાયતોમાં. 66.60 ટકા મતદાન નોંધાયું છે. 
 
વેબદુનિયા ગુજરાતીમાં આપને  સવારે 8 વાગ્યાથી આ પરિણામોના તાજા અપડેટ જોવા મળશે.  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગર પાલિકા, જીલ્લા પંચાયત , તાલુકા પંચાયત ચૂંટણીની મતગણતરીમાં કોણ આગળ, કોણ જીત્યુ અને કોણ હાર્યુ એ વિશેની આપ તમામ અપડેટ જોશો 

12:45 PM, 2nd Mar
- #ભરૂચ 
કોંગ્રેસના ગઢમાં પાછુ બીજું ગાબડું 
કોંગ્રેસની પરંપરાગત ભરૂચ જિલ્લાના પાલેજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની 1100 મતે જીત

- રાજકોટ જિલ્લા પંચાયત 
કુલ બેઠક 36
ભાજપ 13
કોંગ્રેસ 5

- રાજકોટ 
 
જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની કારમી હાર 
 
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના પત્નીની 1 હજાર મતે હાર

- રાજકોટ 
 
- જિલ્લા પંચાયતની પડધરી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જાડેજાનો વિજય...

- સુરત  બારડોલી નગર પાલિકામાં ભગવો
 
- 36 બેઠક માંથી 32 બેઠક પર ભાજપનો વિજય 
 
ત્રણ બેઠક કોંગ્રેસના ફાળે તો એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા

- પાલિકા-પંચાયતમાં ભાજપ જબરી જીત તરફ
તા.પં.માં તમામ એરિયામાં ભાજપ આગળ 
231 તા.પં.માંથી 158માં ભાજપને લીડ 
કોંગ્રેસને માત્ર 17 તા.પંમાં સરસાઇ
ન.પામાં પણ ભાજપની બલ્લે બલ્લે 
81 ન.પામાંથી 60માં ભાજપ આગળ 
કોંગ્રેસને માત્ર 6માં જ સરસાઇ 
જી.પં.માં ભાજપનો જબરો દેખાવ
31 જિ.પં.માંથી 28માં ભાજપને લીડ

12:36 PM, 2nd Mar
નખત્રાણા તાલુકા પંચાયતની રસલીયા બેઠક ઉપર ભાજપ 835 મત થી વિજય
- પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ વિજેતા..
 
ભાજપના વિજેતા  ઉમેદવારો
 
કવિતાબેન પ્રજાપતિ

- પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં વિજેતા ઉમેદવારોના નામ..
 
*વોર્ડ નંબર સાત માં ત્રણ ભાજપ અને 1 કોંગ્રેસ
 
- ભગવાનભાઈ ચૌધરી ભાજપ
- નાગજીભાઈ દેસાઈ ભાજપ

- પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા..
 
ભાજપના વિજેતા  ઉમેદવારો
ભારતીબેન અંબાલાલ રંગવાણી 
વર્ષાબેન કદમભાઈ લાટીવાલા 
સાગર પ્રવિનચંદ્ર પરમાર 
નરેશભાઈ મોતીભાઈ રાણા
અંકિતા ઠાકોર કોંગ્રેસ
રિનાબેન ઠાકોર ભાજપ
નીલમબેન જાની
દિપકભાઈ પટેલ
પિયુષ કુમાર પટેલ

- ગીર સોમનાથ
તાલાલા પાલિકા
કુલ 6 વોર્ડ.
ટોટલ 24 બેઠક
 
ભાજપ 24..
કોંગ્રેસ 00
.કોંગ્રેસ ને એક પણ બેઠક નહિ

10:38 AM, 2nd Mar
- રાજકોટ જિલ્લા પંચાયત: જેતપુરમાં આવતી 4 બેઠક માંથી 2 બેઠક ભાજપની જીત
 ઉના નગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય
- ઉના નગર પાલિકામાં 36માંથી 23 બેઠકો પર ભાજપની જીત
- ઉના નગર પાલિકામાં 20 સીટ બિનહરીફ થઇ હતી
- વાંકાનેર તાલુકાપંચાયતની ચંદ્રપુર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો
- ધાંગ્રધા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
- નવસારી તાલુકા પંચાયતની આરડા બેઠક પર ભાજપની જીત
- કચ્છની નખત્રાણા તાલુકા પંચાયતની કોટડા રોહા બેઠક પર ભાજપનો કબજો
- મોડાસા નગર પાલિકાના વોર્ડ નંબર 1માં ભગવો લહેરાયો
- રાજકોટ આણંદ તાલુકાપર પંચાયત બેઠક 1 માં કોંગ્રેસની જીત
- લાઠી તાલુકા પંચાયતની આંબરડી બેઠક પર ભાજપની જીત
- બોટાદ વોર્ડ નંબર 1 માં ભાજપની જીત
- સાણંદ તાલુકા પંચાયતની ચાંદોગર બેઠકમાં ભાજપની જીત
- ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી
- બારડોલી નગર પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી
- ઉપલેટા તાલુકા પંચાયતની અરણી બેઠક પર ભાજપની જીત
- ભરૂચની આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપને પેનલ જીતી
- વડોદરા પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની જીતી
- ભાવનગરની જિલ્લા પંચાયત ની જેસર બેઠક ઉપર ભાજપના પૂર્ણાંબાનો વિજય
- અમરેલીની બાબરા નગરપાલિકા વોડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય,ચારેય ઉમેદવારો જીત્યા
- ગીર સોમનાથ: કોડીનાર આલીદર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય
- ગીર સોમનાથ: કોડીનાર ની લોઢવા તાલુકા પંચાયત સીટ પર ભાજપ ના ઉમેદવાર ની માત્ર 1 મતે થયો વિજય
- રાજકોટ - લોધિકા તાલુકા પંચાયતની ચિભડા બેઠક પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન વસોયાનો વિજય
- બોટાદ: ભાંભણ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર માણેકબેન ભુપતભાઇ મેર નો થયો વિજય
- પોરબંદર છાંયા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય
- ગોંડલ નગરપાલિકા: ભાજપ- 14, કોંગ્રેસ-0, વોર્ડનંબર 7માં ભાજપ 4 ઉમેદવારો વિજેતા
- સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર -૧ માં ભાજપની પેનલનો વિજય થયો
- સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકા પંચાયતની ખેરાળી અને ચમારજ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય
- સુરેન્દ્રનગર :  ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર -૧ માં ભાજપની પેનલનો વિજય થયો
ગોંડલ નગરપાલિકા વોર્ડ નં. 2 ભાજપની જીત
- અમરેલી: લાઠી તાલુકા પંચાયતની આંબરડી બેઠક પર ભાજપના વધુ એક વિજેતા
- રાજકોટ - પડધરી તાલુકા પંચાયતની ઈશ્વરીયા 2 બેઠક પર ભાજપના ઉમેદવાર 
- રાજકોટ તાલુકા પંચાયતમાં માલિયાલણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નીરૂબેન બોરડ વિજેતા
- ઉના: ભાચા તાલુકા પંચાયત સીટ પર ભાજપ નો વિજય
- પૂર્વ કચ્છ: ભચાઉ તાલુકા પંચાયતની આધોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા
- અમરેલી: લાઠી તાલુકા પંચાયતની કાચરડી બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય
- તા. પંચાયત. ટંકારા:  હડમતીયા બેઠક  કોગ્રેસ જીતી, મનિષાબેન રાજેશભાઈ કોરડીયા 682 મતે વિજેતા 
- સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકા પંચાયતની દલાની મુવાડી બેઠક પર કોંગ્રેસનો વિજય.
- અરવલ્લી : હેલોદર જિલ્લા પંચાયતમાં ભાજપ વિજેતા 
- મહીસાગર: બાલાસિનોર તાલુકા પંચાયત ની  પાંડવા બેઠક પર કોંગ્રેસ ની જીત
- દાહોદ: સિંગવડ જિલ્લા પંચાયત ની છાપરવડ તાલુકા પંચાયત  2151મતે બીજેપી ની જીત
- મહેસાણા: જોટાણા તાલુકા પંચાયત એક નંબર સીટ પર કોગ્રેસ નો વિજય
- મહિસાગર:  વિરપુર તાલુકા પંચાયત ની ડેભારી બેઠક પર ભાજપનો વિજય
- ગાંધીનગર: દહેગામ નગર પાલિકા વોર્ડ નં ૨ ભાજપ પેનલ જીતી
-ડેસર તાલુકા પંચાયતની ડેસર 1 બેઠક પર ભાજપ ઉમેદવાર તેજલ પટેલની જીત
- મહિસાગર: લુણાવાડા તાલુકા પંચાયત ની ભોજા બેઠક પર ભાજપ ની જીત
- મહિસાગર: કડાણા તાલુકા પંચાયત ની  અમથાણી બેઠક પર કોંગ્રેસ ની જીત
- આણંદ: ઉમરેઠ નગર પાલિકામાં વોર્ડ નં.1માં ભાજપના 2 ઉમેદવારોની જીત
- વિજયનગર તાલુકા પંચાયતની ચિઠોડા, ઇટવાડી અને ચિતરિયા બેઠક પર ભાજપની જીત.
- મહેસાણા: ડાભલા જીલ્લા પંચાયત સીટ ઉપર ભાજપ વિજય 2400 મતથી વીજય મુકેશભાઈ ચૌધરી નો વિજય
- દાહોદ: આગાવડા જિલ્લા પંચાયત બેઠક પર BJP ઉમેદવાર  જીથરાભાઈ  ભુરભાઈડામોર 2071 વોટથી વિજેતા
- વડોદરા તાલુકા પંચાયતની અનગઢ 2 બેઠક પર ભાજપ ઉમેદવાર સરોજ ગોહિલની  જીત
- સાણંદ તાલુકા પંચાયતની શેલા બેઠક પર ભાજપની જીત
- મહિસાગર: બાલાસિનોર તાલુકા પંચાયત ની  ભાથલા તેમજ  દેવ  બેઠક પર કોંગ્રેસ ની જીત
- અરવલ્લી: માલપુરમા બામણી  તાલુકા પંચાયત સીટ પર ભાજપની જીત
- બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં 3 ભાજપના ઉમેદવારો અને 1 કોંગ્રેસના ઉમેદવાર વિજેતા..
- છોટાઉદેપુર: પાવીજેતપુરની ઘુટણવડ તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજય...
- દાહોદ: તાલુકા પંચાયત છાપરી કોંગ્રેસ ની જિત
- ભરૂચ: ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર
- તાપી:  વ્યારા તાલુકા પંચાયત ની કટસવાન બેઠક પર કોંગ્રેસ ના સુરતાબેન ગામીત વિજેતા..
- તાપી: કૂકરમુંડા તાલુકા પચાયત ની બહુરુપા બીજેપીના લક્ષમી બેન વળવી વિજેતા...
- ભરૂચ: આમોદ નગર પાલીકા ની ચુંટણી મા વોર્ડ નંબર 2 મા અપક્ષ ની એકતા પેનલ નો વીજય
- ભરૂચ: આમોદ નગર પાલીકા ની ચૂંટણી મા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 મા કોગ્રેસ ના સુપડા સાફ
૳- ભરૂચ: દહેગામ તાલુકા પંચાયત- કોંગ્રેસના ઉમેદવાર મહેરૂનબેન યાકુબ માંજરા ની જીત
- કરજણ તાલુકા પંચાયતની ચોરંદા બેઠક પર ભાજપનો વિજય, 
- ગાંધીનગર જીલ્લા પંચાયતની બિલોદરા બેઠક ભાજપનો વિજય, છ મતથી ભાજપનો વિજય
- છોટાઉદેપુર: નસવાડી તાલુકાની બરોલી તા.પં ની બેઠક ઉપર ભાજપના રાજુભાઈ શંકરભાઈ ભીલનો 256 મત થી વિજય.
- મહિસાગર: ખાનપુર તાલુકા પંચાયત ની  ઢોલખાખરા બેઠક પર કોંગ્રેસ ની જીત
- મહેસાણા તાલુકા પંચાયતની આંબલિયાસણ બેઠક પર ભાજપનો વિજય
- ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં 3 ભાજપ 1 અપક્ષ વિજેતા
- સીંગવડ તાલુકા પંચાયતની છાપરવડ સીટના પર ભાજપ ના ઉમેદવાર 2151 મતો થી વિજય
- આણંદ: બાંધણી જીલ્લા પંચાયત બેઠક પર ભાજપનો વિજય
- રાજકોટ: કોટડા સંગાણી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત 
- મોરબી નગરપાલિકાના વોર્ડ ૨ માં ભાજપની પેનલનો વિજય
- જુનાગઢ: તાલુકા પંચાયત મા આમ આદમી પાર્ટી ના બે ઉમેદવાર વિજેતા થયા
- જેતપુર નગરપાલિકા વોર્ડ 11 પેટા ચૂંટણી 1 બેઠક મા ભાજપ નો વિજય

09:31 AM, 2nd Mar
અમરેલી
અમરેલી જિલ્લામાં 5 નગરપાલિકા,11 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની મતગણતરીનો પ્રારંભ 9 વાગ્યે થશે. સાવરકુંડલા, અમરેલી,બગસરા,બાબરા અને દામનગર નગપાલિકાની મતગણતરી હાથ ધરાશે. 
 
બોટાદ
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તાલુકા/જિલ્લા પંચાયત અને નગર પાલિકા મત ગણતરીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
એસપી હર્ષદ મહેતા ના સુપર વિઝન હેઠળ 03 ડી.વાય.એસ.પી.,06 પી.આઈ.,18 પી.એસ.આઈ.,405 પોલીસ જવાન,244 હોમગાર્ડઝ તથા  જી.આર.ડી. જવાન, 
06 સેક્શન એસ.આર.પી. જવાનનો એમ કુલ 677 અધિકારી/કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.  
11 વિડીયો ગ્રાફર દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવશે.
 
બાવળા
અમદાવાદ બાવળાની એમ.સી અમીન ગર્લ્સ હાઈસ્કૂલ પર થશે મતગણતરી, 4 જિલ્લાપંચાયત, 18 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકાની થશે મતગણતરી, મતગણતરી સેન્ટર પર પુરતો પોલીસ બંદોબસ્ત, મતગણતરી સેન્ટરમાં કોવિડની ગાઈડલાઈનનું કરવામાં આવશે પાલન સાથે જ મતગણતરી પ્રક્રિયાનુ CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે.
 
ધોળકા
ધોળકાની સી.વી સરસ્વતી કન્યા વિદ્યામંદીરમાં 5 જિલ્લા પંચાયત,22 (ધોળકા) તાલુકા પંચાયતની ગણતરી જ્યારે બી.પી દાવડા સરસ્વતી વિદ્યાલય મા 9 વોર્ડના 36 સીટોની ધોળકા નગર પાલિકા મતગણતરી થશે.
 
સાબરકાંઠા
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક અને આઠ તાલુકા પંચાયતની 172 બેઠક ની મતગણતરી હાથ ધરાશે. જિલ્લાના આઠ સેન્ટર પર મતગણતરી હાથ ધરાશે. હિંમતનગર અને વડાલી નગરપાલિકાની 15 વૉર્ડ ની મતગણતરી હાથ ધરાશે.
 
સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત, ૫ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટૂંક સમયમાં મત ગણતરી શરૂ થશે. સુરેન્દ્રનગર નગરપાલિકા માટે શહેરની આર્ટસ કોલેજ ખાતે મત ગણતરીનો પ્રારંભ થશે. લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા અને પાટડી નગરપાલિકા સહિત તાલુકા પંચાયત માટે જે તે શહેરમાં મત ગણતરી શરૂ થશે
. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોરોના ની ગાઈડ લાઈન સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
 
જેતપુર જિલ્લા પંચાયત ની 4 બેઠક અને તાલુકા પંચાયત 20 બેઠકમાં પોસ્ટલ બેલેટ ની મતગણતરી શરૂ,
 
ભાવનગર
 
ભાવનગર
 જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં હાલ મતગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ભાવનગર અને ઘોઘા તાલુકાની મતગણતરી હાલ શહેરની પોલીટેકનિક કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે જ્યાં તમામ કર્મચારીઓ ને ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે,

07:32 AM, 2nd Mar
31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.