રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 માર્ચ 2021 (12:14 IST)

કલકત્તાનો આ ચા વાળો 1000 રૂમાં આપે છે એક કપ ચા, આ છે કારણ...

ઘણા લોકો માટે ચા તેમની જીદગી હોય છે પણ શુ કોઈ એક કપ ચા માટે 1000 રૂપિયા ખર્ચ કરી શકે છે ? ઉલ્લેખનીય છે કે કલકત્તાના મુકુંદપુરમાં એક આવી ટી સ્ટોલ છે. જ્યા સૌથી મોંઘી ચા મળે છે.  આ નાનકડી દુકાનમાં 100 પ્રકારની ચા પીરસવામાં આવે છે. જો કેટલાક રિપોર્ટ્સનુ માનીએ તો અહી એક કપ ચા 12 રૂપિયાથી લઈને 1000 રૂપિયાની કિમંત પર મળે છે. સૌથી મોંઘી ચા નુ નામ Bo-Lay, જેની 1 કિલોગ્રામ ચા ની પત્તી 3 લાખ રૂપિયામાં મળે છે. 
 
અહી છે ચા ના અનેક સ્વાદ 
 
આ ઉપરાત આ દુકાનમાં લેવેંડર ટી, ઓકેટી ટી, વાઈન ટી, તુલસી જિંજર ટી, હિબિસ્કસ ટી, તીસ્તા વૈલી ટી, મકઈબારી ટી, રુબિએસ ટી, સિલ્વર નીડલ વ્હાઈટ ટી ઑલ બ્લૂ ટિશ્યન ટી જેવા અનેક સ્વાદ સામેલ છે. 
 
વર્ષ 2014માં ખોલી હતી આ દુકાન 
 
આ દુકાનના માલિક પાર્થ પ્રાતિમ ગાંગુલી છે. શરૂઆતમાં તે નોકરી કરતા હતા અને આ ફિલ્ડમાં આગળ વધવા માંગતા હતા પણ પછી તેમણે નોકરી છોડી દીધી અને એક ટ્વિસ્ટ સાથે ચા ની દુકાન ખોલવાનો નિર્ણય કર્યો. વર્ષ 2014માં તેમણે  Nirjash નામથી પોતાની નાનકડી ટી સ્ટોલ ખોલી જે હાલ ઘણી પોપુલર થઈ ચુકી છે.