મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 8 મે 2021 (11:46 IST)

Corona update India કાળ બનીને તાંડવ કરી રહ્યો છે કોરોના : ભારતમાં પહેલીવાર એક દિવસમાં 4200 મોત, સતત ત્રીજા દિવસે નવા કેસ 4 લાખ પાર

ભારતમાં કોરોના વાયરસનો કહેર હવે વધુ મોતોમાં ફેરવાતો જઈ રહ્યો છે કોરોનાનો કહેર કેટલો ભયાનક થઈ ગયો છે. તેનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે હવે દરરોજ કેસ વધવાની સાથે જ મોતોની સંખ્યા પણ વધી જાય છે. કોરોનાની બીજી લહેર બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. અને ભારતમાં એક જ દિવસમાં લગભગ ચાર હજારથી વધુ કોરોના દરદીઓના મોત થઈ ગયા છે.  બીજી બાજુ સતત ત્રીજા દિવસે દેશમાં 4 લાખથી વધુ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં શુક્રવારે કોરોનાના રેકોર્ડ 4,01,228 નવા કેસ સામે આવ્યા. ત્યારબાદ સંક્રમણના કુલ કેસ 2,18,86,611  થઈ ગયા, જ્યારે કે દેશમાં 37 લાખથી વધુ દર્દી હજુ પણ આ બીમારીના ચપેટમાં છે. 
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ છેલ્લા 24 કલાકમાં 4194 લોકોનાં મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 2,38,268  થઈ ગયો છે. સતત વધી રહેલા દર્દીઓને કારણે સક્રિય દર્દીઓની સંખ્યા 37,21,779 થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ મામલાના  16.96 ટકા છે. જ્યારે કે દેશમાં સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 81.95 ટકા પર આવી ગયો છે. આ બીમારીમાંથે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,79,17,085 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.09 ટકા નોંધાયો છે.
 
71 ટકા મામલા 10 રાજ્યોમાંથી આવ્યા 
 
દેશભરમાં એક દિવસમાં આવી રહેઅલા કોવિડ-19ના નવા મામલામાં 71.81 ટકા મામલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત દસ રાજ્યોમાંથી  આવી રહ્યા છે. સૌથી વદહુ મામલાના દસ રાજ્યોની યાદીમાં કર્ણાટક, કેરલ, બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનનો પણ સમાવેશ  છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 54,022 નવા કેસ આવ્યા છે. ત્યારબાદ કર્ણાટકમાં 48,781, જ્યારે કે કેરલમાં સંક્રમણના 38,460 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 16,49,73,058 વેક્સીન લગાવવામાં આવી ચુક્યા છે. તેમાંથી 66.84 ટકા વેક્સીન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરલ, બિહાર અને આંધ્રપ્રદેશમાં લગાવાયા છે.  છેલ્લા 24 કલાકમાં 23 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
 
મે મા કેવી રીતે કોરોના વિકરાળ થતો જઈ રહ્યો છે, જાણો આ આંકડાઓ દ્વારા 
 
7 મે 2021 : 401,326 નવા કેસ અને 4,194 મોત 
6 મે 2021 : 414,433 નવા કેસ અને 3920 મોત 
5 મે 2021 : 412,618 નવા કેસ અને 3982 મોત 
4 મે 2021 : 382,691 નવા કેસ અને 3,786 મોત 
3 મે 2021 : 355,828 નવા કેસ અને 3,438 મોત 
2 મે 2021 : 370,059 નવા કેસ અને 3,422 મોત 
1 મે 2021 : 392,562 નવા કેસ અને 3,688 મોત