ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (23:45 IST)

દ્વારકા - કોરોનાએ સંબંધોનો પણ દમ તોડ્યો, પિતાની કોવિડથી મોત થયા પછી પરિવારે કરી સામુહિક આત્મહત્યા

ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર નિયંત્રણથી બહાર થઈ ગઈ છે. તેમા પણ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધી અનેક લોકો પોતાના પરિવારના પરિજનને ગુમાવી ચુક્યા છે, હવે તાજો મામલ દ્વારકાના એક એવા પરિવારનો છે જ્યા પિતાની કોરોનાથી મોત પછી આખા પરિવારે આત્મહત્યા કરી લીધી. 
 
દ્વારકામાં રહેનારા જયેશભાઈ જૈન નાસ્તાની દુકાન ચલાવતા હતા. કોરોનાની ચપેટમાં આવ્યા પછી ગુરૂવારે રાત્રે તેમનુ નિધન થઈ ગયુ. નિધનના સમાચાર આવતા જ આખા પરિવારમાં ડરનુ વાતાવરણ ઉભુ થઈ ગયુ. પછી શુક્રવારે સવારે જયેશભાઈના અંતિમ સંસ્કાર કર્યા પછી તેમની પત્ની સાધનાબેન અને બે પુત્ર કમલેશ અને દુર્ગેશ જૈન એ પણ આત્મહત્યા કરી લીધી. એવુ કહેવાય રહ્યુ છે કે ત્રણેયે ઝેર ખાઈને ખુદને મારી નાખ્યા. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે દૂધવાળો ઘરે આવ્યો અને ઘરનો દરવાજો ખુલ્લો જોયો. જમીન પર જ પરિવારના ત્રણેય સભ્યોના મૃતદેહ પડ્યા હતા. ત્યારબાદ તરત પોલીસને સૂચના આપવામાં આવી અને મામલાની તપાસ શરૂ થઈ.  ઘટના સ્થળ પર પહોંચેલી ટીમે મૃતદેહોને કબજે કરી સામુહિક આત્મત્યાનો મામલો નોંધી લીધો છે. 
 
પરિવારે સામુહિક આત્મહત્યા કરી
 
દેવભૂમિ દ્વારકામાં થયેલ આ ઘટનાએ બધાને અચંબામાં નાખી દીધા. કોરોનાકાળમાં જ્યારે પહેલા જ સ્થિતિ આટલી ખતરનાક બનેલી છે, તેવામાં આવી સામૂહિક આત્મહત્યાની ઘટના થવાથી બધા ડરી ગયા છે.  સમગ્ર વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો છે અને એક ડરનુ વાતાવરણ સ્પષ્ટ અનુભવી શકાય છે.   એવુ કહેવાય રહ્યુ છે કે જયેશભાઈ જૈનનો આખો પરિવાર પણ ખૂબ ગભરાયેલો હતો. જ્યારથી જયેશભાઈનુ કોરોનાથી નિધન થયુ હતુ,  આખો પરિવાર ચિંતામાં આવી ગયો હતો, એવુ કહેવાય રહ્યુ છે કે પરિવાર એ દુ:ખને સહન ન કરી શક્યો અને સામુહિક આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો. 
 
મહામારીનો ભય પણ ખતરનાક 
 
ગુજરાતના કોરોના મીટરની વાત કરીએ તો રાજ્ય કોવિડનુ એક મોટો એપીસેંટર બન્યુ છે.  એકસાથે ઘણા કેસ નોંધવામાં આવી રહ્યા છે.  મોત પણ એટલી વધુ થઈ રહી છે કે હવએ સ્મશાન ઘાટ પણ નાના સાબિત થઈ રહ્યા છે. બગડતી પરિસ્થિતિઓ વચ્ચે દ્વારકાથી આવેલ આ સમાચારે લોકોને વધુ ભયમાં નાખી દીધા છે. આ ઘટના પછી એવુ પણ કહેવાય રહ્યુ છે કે ફક્ત મહામારીથી મોત નથી થઈ રહી પણ આ મહામારીથી ઉભા થયેલો ભય પણ લોકોનો જીવ લઈ રહ્યો છે.