ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (14:43 IST)

દ્વારકામાં અનોખો વિરોધઃ તરણ સ્પર્ધા યોજીને લોલીપોપનું ઈનામ આપ્યું

swim competition
દેવભૂમિ દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદ પડતા રાવલ ગામ બેટમાં ફેરવાય ગયું છે. રાવલ ગામ છેલ્લા દોઢ મહિનાથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેને લઈને લોકોને અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે રાવલ પંથકના ખેડૂતોએ ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ કર્યો છે. આ સાથે જ તરણ સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર માટે લોલીપોપનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ખેડૂતોએ અનોખો વિરોધ કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. સતત વરસાદના પગલે દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં છેલ્લા દોઢ મહિનાથી પાણી ભરાઈ ગયું છે. આ સાથે જ ખેતરોમાં 4થી 6 ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયું છે. જેથી ખેડૂતોએ 4થી 6 ફૂટ ભરાયેલા ખેતરોના પાણીમાં તરણ સ્પર્ધા યોજી હતી. જેમાં ખેડૂતોએ ભાગ લીધો હતો. તરણ સ્પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારને લોલીપોપનું ઈનામ રાખવામાં આવ્યું હતું. હાલ ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.દ્વારકા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વર્તુ-2 ડેમ, સોરઠી ડેમ અને સોની ડેમના પાણી કલ્યાણપુરના રાવલ ગામમાં ઘૂસી ગયા હતા. જેથી રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. રાવલ ગામનુ બસ સ્ટેન્ડ 4-4 ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રાવલ ગામ તરફ જતા તમામ માર્ગ બંધ થઈ ગયા છે.