શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 28 એપ્રિલ 2021 (17:28 IST)

ભારત માટે સંકટ મોચક બન્યા આ દેશ, જાણો કોણે અત્યાર સુધી શુ આપ્યુ

કોરાનાની બીજી લહેરમાં તમામ દેશોએ ભારતને મદદ કરવા આગળ વધ્યા છે. તેમાં અમેરિકા, ફ્રાંસ, જર્મની, રશિયા અને બ્રિટન જેવા દેશો તેમજ ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ચીન, કેનેડા, થાઇલેન્ડ સહિતના ઘણા દેશો આગળ આવ્યા છે. આ દેશોમાંથી, ભારતને માત્ર ઓક્સિજન જ નહીં, પણ વેન્ટિલેટર અને માસ્ક જેવી વસ્તુઓ પણ મળવાનું શરૂ થઈ ગયું છે. બુધવારે સિંગાપોરે ભારત માટે બે ઓક્સિજનથી ભરેલા વિમાન રવાના કર્યા છે, જ્યારે કેનેડાએ પણ જાહેરાત કરી છે કે તે ભારતને 60 કરોડની મદદ કરશે. સાથે જ  બ્રિટને મંગળવારે જ 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન કોન્સનટ્રેટર્સની પ્રથમ જથ્થો મોકલ્યો છે.
 
આ ઉપરાંત અમેરિકન કંપનીઓ ગૂગલ,એપલ, માઇક્રોસ માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ડિલોઈટ સહિતના ઘણા વ્યવસાયિક સંગઠનો તરફથી ભારતને આર્થિક અને તકનીકી સહાય મળી રહી છે. 27 એપ્રિલે 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ યુકેથી આવ્યા બીજી બાજુ ફ્રાંસ પહેલા ફેજમાં દેશમાં આઠ મોટા ઓક્સીજન પ્લાંટ તરત જ લગાવશે અને આગામી અઠવાડિયા સઉધી ત્યાથી 5 લિકવિડ ઓક્સિજન કંટેનર પહોંચવા શરૂ થશે. જર્મની કોરોના મહામારીની તપાસની તકનીક પર વેબિનાર કરી માહિતી એકતર કરશે. ઓસ્ટ્રેલિયામાંથી પણ મોટા પાયા પર વેંટિલેટર્સ, સર્જિકલ માસ્ક, મોજા અને ગોગલ્સ આવશે 
 
યૂરોપીય દેશો તરફથી ઝડપી મદદ 
 
આયર્લેન્ડ:   - 700 ઓક્સિજન કંસંટ્રેટર, એક ઓક્સિજન જનરેટર, 365 વેન્ટિલેટર
બેલ્જિયમ:   - 9000 ડોઝ રેમેડેસીવીર
રોમાનિયા:   - 80 ઓક્સિજન કંસંટ્રેટર અને 75 ઓક્સિજન સિલિન્ડર
લગ્ઝમબર્ગ: - 58 વેન્ટિલેટર
પોર્ટુગલ:    - 50503 શીશી રેમેડિસિવિર, 20 હજાર લિટર ઓક્સિજન દર અઠવાડિયે 
સ્વીડન:    - 120 વેન્ટિલેટર
જર્મની:     - મોબાઇલ ઓક્સિજન પ્લાન્ટ, 120 વેન્ટિલેટર, 8 મિલિયન કેએન 95 માસ્ક મોકલશે 
યુકે:         - 495 ઓક્સિજન કંસંટ્રેટર, 140 વેન્ટિલેટર
 
 
કેનેડા- 60 કરોડની મદદ કરશે
 
કનાડાની આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી કરીના ગુલ્ડએ એલાન કર્યુ કે કોરોનાની લડાઈ વચ્ચે કનાડા ભારતને દસ મિલિયન કનાડિયન ડોલર (60 કરોડ રૂપિયા)ની મદદ કરશે. આ ફંડ કનાડા રેડ ક્રોસને પુરી પાડવામાં આવશે.  જે તેને ઈંડિયન રેડ ક્રોસ સોસાયટીને હસ્તાંતરિત કરશે. 
 
ન્યુઝીલેંડ આપશે 7 લાખ 20 હજાર ડોલર 
 
ન્યુઝીલેંડની વિદેશ મંત્રીએ બુધવારે જણાવ્યુ કે કોવિડ 19 ના વધતા મામલા સામે લડી રહેલા ભારતની મદદ માટે તેમનો દેશ રેડ ક્રોસને લગભગ 7 લાખ 20 હજાર 365 અમેરિકી ડોલરની રકમ આપશે. 
 
ચિકિત્સકીય સામગ્રી મોકલશે દક્ષિણ કોરિયા 
દક્ષિણ કોરિયા એ કહ્યુ છે કે તે ભારતની મદદ માટે ઓક્સીજન કૉન્સનટ્રેટર, કોવિડ-19 ના ઉપચારમાં ઉપયોગમાં આવનારુ કિટ અને અન્ય ચિકિત્સકીય સામગ્રીની આપૂર્તિ કરશે.